
સામાન્ય રીતે દેશમાં ગાયને ‘માતા’ તરીકે પૂજવામાં આવે છે. એક માન્યતા પ્રમાણે, ગાયમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ રહેલો હોય છે. દેશમાં ગાયને ‘માતા’ તરીકે બોલાવે છે. આની સાથે જ ગાયને સૌ કોઈ લોકો પૂજતા હોય છે તેમજ સેવા કરતા હોય છે.
આની સિવાય ગાયની તમામ વસ્તુમાં ભરપુર પોષક ગુણધર્મો રહેલા હોય છે. ગાયના દૂધથી લઈને ગૌમૂત્ર સુધીની બધી વસ્તુનો ઉપયોગ ઔષધિ તરીકે કરવામાં આવે છે. આની સાથે જ તે ખુબ ફાયદાકારક સાબિત થાય છે. જે કોઈપણ વ્યક્તિના સ્વાસ્થય માટે દવા તરીકે વપરાતા હોય છે.
આજે અમે આપને એક એવા ગાય પ્રેમી વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે ગાયને પોતાના બાળકોની જેમ ઉછેરે છે. આની સાથે જ ગાયોની ખુબ સેવા પણ કરે છે. તેમને બાળકો જેટલો જ પ્રેમ આપે છે તેમજ ખુબ સ્નેહ-ભાવથી સેવા કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, તેઓ ગાયના વાછરડાને પોતાની પાસે જ સુવડાવે છે.
આ વ્યક્તિનું નામ વિજયભાઈ પરસણા છે કે, જેઓ અમદાવાદ પાસેના મણિપુરવડ ગામમાં રહે છે. તેઓનો ગાય પ્રત્યેનો પ્રેમ એકદમ નાના બાળક જેવો છે તેમજ ગાયની સાથે ખુબ લાગણી બંધાયેલ છે. તેઓ નિસ્વાર્થપણે ગાયોની સેવા કરતા રહેતા હોય છે.
તેઓ હાલમાં કરોડપતિ હોવા છતાં તેમનો ગાય પ્રત્યેનો પ્રેમ ઓછો થયો નથી. તેઓ જણાવે છે કે, તેઓને ગાયના વાછરડા પાસે રહેવું ખુબ પસંદ છે તેમજ તેઓ તેનાથી શાંતિ અનુભવે છે. વિજય ભાઈ હાલમાં 5,000 વારના બંગલામાં એકલા જ રહે છે.
આ એક ખુબ મોટો બંગલો છે. સૌથી મહત્વની વાત તો એ છે કે, વિજયભાઈ ગાયને ભગવાન તરીકે માને છે. ફક્ત આટલું જ નહીં પણ તેઓ ગાયને માતાની જેમ ઉછેરે છે તેમજ તેઓ હંમેશા ગૌ મૂત્રનું સેવન પણ કરે છે. આની સાથે તેઓ ગાયના છાણથી સ્નાન પણ કરે છે.
તેઓનું માનવું છે કે, આવું કરવાથી તેઓ ક્યારેય બીમાર પડતા નથી. આજના સમયમાં લોકો જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી ગાયનો ઉછેર કરતાસ હોય છે તેમજ બાદમાં તેને રસ્તાઓ પર છોડી દેતા હોય છે. જો કે, વિજયભાઈ ગાયોને સાચવવામાં જ સાચી માનવતા માને છે.
પરેશભાઈએ ગાયના ધામધૂમ સાથે લગ્ન કરાવ્યા હતા તેમજ ત્યારથી તેઓ હાલ સુધીમાં ગાયની 11 પેઢી સાચવી રહ્યા છે. તેઓને ગાય સાથે રહેવું ખુબ પસંદ છે તેમજ તેમના શોખને કારણે જ તેઓ હાલમાં 5,000 વારના બંગલામાં એકલા રહે છે. હવે તમે સમજી ગયા હશો કે, જો સમગ્ર દેશમાં તમામ લોકો વિજયભાઈ જેવા હોય તો કોઈપણ ગાય શહેર તેમજ ગામડામાં માર્ગ પર રખડતી જોવા મળશે નહીં.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…