11 વર્ષની ઉમરે જ આ નાનો બાળક થઈ ગયો ગ્રેજ્યુએટ- કહ્યું: મને કાંઈ ફરક ન પડે

Published on: 1:12 pm, Sun, 11 July 21

આવા અવનવા કિસ્સાઓ સામે આવતા હોય છે. જેમાં નાના બાળકો પણ ગ્રેજ્યુએટ થાય છે આ પહેલા પણ એક કિસ્સો સામે આવેલો હતો જે નાના બાળકની ઉંમર 11 વર્ષ કરતાં પણ ઓછી છે.જેથી હાલમાં ગ્રેજ્યુએટ થયેલા બાળક વિશ્વમાં બીજા ક્રમાંકે સૌથી નાની ઉંમર ધરાવતો ગ્રેજ્યુએટ બાળક છે.

હાલના દિવસ માં બેલ્જિયન દરિયાકાંઠાના ઓસ્ટેન્ડ શહેર માં રહેતા લોરેન્ટ સિમોન્સ નામના બાળકને તાજેતરમાં એન્ટવર્પ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી આપવામાં આવી છે અને તે વિશ્વનો બીજા ક્રમાંક ધરાવતો સૌથી નાનો સ્નાતક બન્યો છે.

સીમોનસે જે ભૌતિક શાસ્ત્રની ડિગ્રી પ્રાપ્ત કરી છે તે પૂર્ણ કરતા ત્રણ વર્ષ લાગે છે પણ સિમોન્સ ને આ ડિગ્રી પૂર્ણ કરતા માત્ર એક વર્ષનો સમય લાગ્યો હતો.એક પત્રકાર સાથેની વાતચીતમાં સિમોન્સ એ કહ્યું કે મને ખરેખર ફરક નથી પડતો કે મારી ઉંમર નાની છે મારું લક્ષ્ય અમર થવાનું છે.

સિમોન્સે કહ્ય કે શરીરના ભાગોને મેકેનિકલ ભાગોથી બદલવાના મારા લક્ષ્યમાં આ પહેલો ભાગ છે. હું યાંત્રિક ભાગો સાથે બને તેટલા શરીરના ભાગોને બદલવા માટે સક્ષમ થવા માંગું છું. મેં ત્યાં જવા માટે એક રસ્તો શોધી પણ શોધી લીધો છે. તમે તેને એક મોટી પઝલ તરીકે જોઈ શકો છો. ક્વોન્ટમ ફિઝિક્સ એ પઝલનો પ્રથમ ભાગ છે.

આ પઝલ નો હલ કરવા માટે તે વિશ્વના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક રાતે કામ કરવા ઈચ્છે છે.તે કહે છે કે હું વિશ્વના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકોના દિમાગ માં ઘૂસીને જોવા માંગુ છું કે,તે વૈજ્ઞાનિકો શું વિચારે છે.સિમોન્સ ટૂંક સમયમાં તેનું હાઈસ્કુલ શિક્ષણ પૂરું કર્યું હતું તેને હાઈસ્કુલ શિક્ષણ પૂરું કરતા તેને 1.5 વર્ષનો સમય લાગ્યો હતો. ત્યારબાદ તેણે આઠ વર્ષની ઉંમરમાં હાઇસ્કુલ ડિપ્લોમા એડમિશન લઈ લીધું હતું.