આ ગાય એક દિવસમાં આપે છે ‘9700 લિટર દુધ’ – વિશ્વની સૌથી મોંઘી ગાયની કરોડોમાં છે કિંમત

228
Published on: 11:22 am, Sat, 10 September 22

સમગ્ર વિશ્વમાં એવી પણ કેટલીક જગ્યાઓ હોય છે કે, વસ્તુઓ એવી અજીબોગરીબ હોય છે કે, જેને લીધે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જતો હોય છે ત્યારે આવું જ કંઈક એક ગાયમાં જોવા મળ્યું છે. હા, એક ગાય કે, જે 9700 લિટર દુધ આપે છે. આ ગાયની કિંમત જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે.

આજે આપણે જે ગાયની વાત કરવા માટે જઈ રહ્યા છીએ તેને ઇસ્ટસાઇડ લુઇસડેલ ગોલ્ડ મિસી તરીકે ઓળખવામાં આવે છે તેમજ આ ગાય અમેરિકામાં આવેલ આલ્બર્ટામાં મળી આવી હતી. જેને દુનિયાની સૌથી મોંઘામાં મોંઘી ગાય કહેવામાં આવે છે. આ ગાયની કિંમત 23 કરોડ રૂપિયા રહેલી છે.

થોડા સમય અગાઉ આ ગાયની હરાજી કરવામાં આવી ત્યારે 23 મિલિયન ડોલ એટલે કે, અંદાજે 23 કરોડ રૂપિયામાં ગાયની બોલી લગાવવામાં આવી હતી. ઉત્તર અમેરિકામાં જોવા મળતી હોલસ્ટેન પ્રજાતીની ગાયને વિશ્વની શ્રેષ્ઠ ગાયમાંની એક માનવામાં આવે છે.

આ ગાય 9700 લિટર દુધ આપે છે. અમેરિકામાં દુગ્ઘ ક્રાંતી લાવવામાં આ ગાયનો મહત્વનો ફાળો રહેલો છે. આ ગાય એ વિશ્વની સૌથી મોંઘી ગાય બનીને નવો રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે. આ ગાય કાળા તથા સફેદ રંગની હોય છે. આ ગાય ખુબ ઝડપથી મોટી થઈ જાય છે તેમજ દુધ પણ વધારે માત્રામાં આપે છે.

આ ગાયનું દુધ પણ ખુબ પૌષ્ટિક તથા પ્રોટીન વાળુ હોય છે. આ દુધમાં ફેટની માત્રા સૌથી ઓછી હોય છે. આ દુધનો ઉપયોગ દવા બનાવવા માટે પણ કરવામાં આવે છે. આ ગાય ઉંચુ તાપમાન સહન કરી શકતી નથી. જેને લીધે આવી ગાયો મોટા ભાગે ઠંડા વિસ્તારમાં સારી રીતે રહી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…