એક સમયે ભેંસો ચરાવતાં રાજભા ગઢવીનું આવી રીતે બદલાયું જીવન- જાણો તેનાં જીવનમાં આવેલી મુશ્કેલીઓ વિશે

185
Published on: 3:12 pm, Mon, 6 June 22

પ્રાચીન સમયથી જ ગુજરાતી ડાયરા અને ગુજરાતી સંગીતના લોકો ખુબ જ દિવાના રહ્યાં છે. ગુજરાતી સંગીત અથવા ડાયરો આખા વિશ્વમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે, જોકે વચ્ચે એવો પણ સમય આવ્યો કે લોકો ગુજરાતી સંગીત થી દુર થયા અને અન્ય સંગીત તરફ વળ્યા હતા પરંતુ હવે સમય બદલાયો છે ફરી એક વખત ગુજરાતી સંગીતે પોતાની જૂની ઓળખ અને પોતાની ચમક પ્રાપ્ત કરી છે.

તો ચાલો આજે આપણે ગીરના જંગલમાં ભેંસો ચરાવવાની સાથે લોકડાયરો સાંભળતા તેમાંથી તેમને ડાયરો કરવાની પ્રેરણા મળી અને આજે તે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સહિત ગુજરાતભરમાં જાણીતા લોકસાહિત્યકાર છે. તેમનું નામે છે રાજભા ગઢવી.રાજભા ગઢવીનું જન્મ મૂળ ગીર માં આવેલ તુલસીશ્યામ નજીક બાણેજ પાસેના લીલાપાણી નેસમાં થયેલો। તમનો ઉછેર ગીરના ગામમાં થયેલો. તેના કારણે તેમને પશુપાલન અને પ્રકૃતિ તરફ વધારે લગાવ હતો. રાજભા ને બાળપણથી લોક્સાહિત્યત તેમજ શાસ્ત્રીય સંગીતમાં ખુબ રસ હતો,

તેથી તે જયારે જયારે ભેંસ ચરવા જાય ત્યારે તે રેડીઓ ઉપર ભજન સાંભળતા. તમનો જન્મ ચારણ પરિવારમાં થયો હતો. રાજભા ગઢવી ભણેલા નથી તમને વાંચતા લખતા તમને તેમના બાપુજી શીખવડિયું હતું. તેથી તે રાજભા પોતાના ના બાપુજી ને પોતાના ગુરુ મને છે. રાજભા ગઢવીએ ગાવાની શરૂઆત 2001 માં સતાધાર નજીકના રામપરા ગામે સમાજ ના એક કાર્યક્રમમાંથી કરેલી. તેમાંથી તમને 30 રૂપિયા મેળવેલા ત્યાર પછી રાજભા ગઢવીએ પાછું ફરી જોયું નથી.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે રાજભા ગઢવી દેશ વિદેશ માં ઘણી મોટી લોક ચાહના ધરાવે છે તેમણે પોતાના અવાજના કારણે અનેક લોકોના દિલમાં જગ્યા બનાવી છે અને પોતાના અવાજથી લોકોને ડોલાવવાનું પણ કામ કર્યું છે પોતાની આગવી છટા અને ભાષા શૈલી ના કારણે લોકો રાજભા ગઢવી ને ગીરના સાવજ અને રાજો ચારણ ના નામથી પણ બોલાવે છે.

તેમણે અનેક ગીતો લખ્યા છે જે પૈકી ‘સાયબો રે ગોવાળયો’, ‘મરજી પાઘડીવાળા’ ઉપરાંત દેવાયત બોદરને સપને આવી એની રાજ્પુતાની બેન જેવા અનેક સાહિત્ય ની રચના કરી છે. જે લોકોને ઘણી પસંદ આવી છે તેમની રચનાઓ અનેક અન્ય કલાકરો પણ ગાતા જોવા મળે છે. જણાવી દઈએ કે બાળપણથી જ રાજભા ગઢવી ગીરના જંગલોમાં કુદરત ના ખોળેજ ખેલીને મોટા થયા છે. જે તેમની બોલવાની છટા અને તેમની ભાષા શેલીમાં જોઈ શકાય છે.

તેમને અન્ય કરતા અલગ અને ખાસ બનાવે છે તેમની વાણી અને બુલંદ અવાજના અનેક લોકો દિવાના છે. હાલમાં રાજભા ગઢવીના પરિવારમાં તેમના માતા-પિતા અને પત્ની ઉપરાંત એક દીકરો અને બે દિકરી છે. શરૂઆતમાં આજ પ્રવૃત્તિ કરી પોતાની અને ઘરનું ગુજરાન ચલાવતા હતા. જોકે હાલમાં રાજભા ગઢવી ગીરને બદલે જુનાગઢમાં વસ્યા છે. તેમણે રચેલી તમામ કૃતિઓ આજે પણ ગીતા ગંગોત્રી નામની પુસ્તક માં જોવા મળે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…