જો તમારે ક્યાંક જવું હોય તો સામાન્ય રીતે ટેક્સી બૂક કરવાનું પસંદ કરો છો. કારણ કે, તેમાં આરામની સાથે સમયની પણ બચત થાય છે. પરંતુ તમને પૂછવામાં આવે કે ક્યારેય સોનાની ટેક્સીની સવારી કરી છે તો તમારો જવાબ શું હશે?
ચોક્કસપણે તમારો જવાબ હશે સોનાની ટેક્સમાં કોણ મુસાફરી કરે છે? અને જેની પણ આ ટેક્સી હશે એ તો કરોડપતિ હશે. પરંતુ સત્ય કઈક અલગ જ છે. કેરળમાં એક લક્ઝરી રોલ્સ રોયસ ટેક્સીમાં તમે મુસાફરી કરી શકો છો. એ અલગ વાત છે કે તેના માટે તમારે મોટી કિંમત ચૂકવવી પડશે.
આપણા દેશમાં રોલ્સ રોય્સને અમીરોની સવારી માનવામાં આવે છે. કેરળમાં એક જૂની પેઢીની રોલ્સ રોયસ ફેન્ટમને ટેક્સી નંબરની સાથે જોવામાં આવી, જેને એક ટ્રક પર લઇ જવામાં આવી રહી હતી. આ કારની બોડી પીળા રંગમાં એકદમ સોનાની જેમ ચમકી રહી હતી.
આ લક્ઝરી કારના માલિકે કહ્યું કે, આ સોનાની કાર કેરળમાં ઓક્સિજન રિસોર્ટ્સમાં એક પેકેજનો ભાગ છે. રિપોર્ટ પ્રમાણે આ કારમાં લોકો સફર કરાવવાનું પોતાનું સપનું પુરું કરવા માટે બોબી ચેમ્મનુર નામના શખ્સે તેને સોનાની બનાવી અને માત્ર 25,000 રૂપિયાની કિંમત પર તેમાં લોકોને યાત્રા કરાવવામાં આવશે.
આ ઉપરાંત, જો આ કારની કિંમતની વાત કરીએ તો રોલ્સ રોયસ ફેન્ટમના લેટેસ્ટ જનરેશનની કિંમત ભારતમાં 9.5 કરોડ રૂપિયા છે. દેશના અનેક અમીર ઉદ્યોગપતિ અને બોલીવૂડના અભિનેતા આ કારનો ઉપયોગ કરે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…