દેશના આ વીર જવાને સતત 72 કલાક જંગ લડી, 300થી વધુ ચીની સૈનિકો મોતને ઘાટ ઉતાર્યા- જુઓ વિડીયો

182
Published on: 11:48 am, Mon, 13 December 21

દેશમાં સેંકડો જવાનો પોતાના જીવની પરવા કર્યા વગર, દિવસ-રાત જોયા વગર દેશની સેવા કરી રહ્યા છે. આ પહેલા પણ કેટલાય જવાનોએ દેશની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. આજે આવા જ એક વીર જવાનની વાત કરવાના છીએ કે, એકલા હાથે 300 ચીની સૈનિકોને ધોળા દિવસે તારા દેખાડી દીધા હતા અને સતત 72 કલાક સુધી આ જંગ લડ્યા હતા. આ વીર જવાન પર વર્ષ ૨૦૧૯માં ફિલ્મ પણ બની હતી અને આ ફિલ્મનું નામ ’72 Hours: Martyr Who Never Died’ છે.

ઇસવી સન ૧૯૬૨માં આ વીર જવાનોને સતત 72 કલાક સુધી એક જ જગ્યાએ ફરજ નિભાવવી એક સાથે 300 જેટલા હથિયારોથી સજ્જ દુશ્મનોને ધૂળ ચટાવી હતી. આજે પણ આ વીર જવાનની શોર્યગાથા દેશના રોમ રોમમાં વહી રહી છે. 1962ની વાત કરીએ તો, આ સમયે અરુણાચલ પ્રદેશમાં એક સાથે કેટલાય ચીની સૈનિકોએ દસ્તક દીધી હતી. અને આ જ સમયે જશવંત સિંહ રાવત નામના જવાન અહીંયા તૈનાત હતા. જશવંત સિંહ રાવત ‘રાઇફલ મેન’ થી પણ જગ પ્રખ્યાત બન્યા હતા.

તમને જણાવી દઈએ કે, જશવંત સિંહ રાવત આ સમયે એકલા ફરજ બજાવી રહ્યા હતા. અને તેમની સામે ૩૦૦ થી પણ વધુ ચીની સૈનિકોએ દસ્તક દેતી હતી. તેમ છતાં ભારત દેશના વીર જવાને આ દરેક ચીની સૈનિકોનો સામનો કર્યો હતો, અને દેશ ઉપર આવનારી મોટી મુસીબતને એકલા હાથે ટાળી હતી. ૧૭ નવેમ્બર 1962ના રોજ સવારના 5 વાગ્યામાં જવાનો પોતાનો સામાન લઈને આવી પહોંચ્યા હતા. ત્યારે દેશની રક્ષા માટે સતત 72 કલાક લડત લડી હતી. આ લડત દરમિયાન નુરા અને સેલ નામની બે બહેનોએ આ જંગમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ બંને બહેનોએ આપણા દેશના જવાનોને જમવાનું અને પાણીથી લઈને દરેક વસ્તુનું ધ્યાન રાખ્યું હતું. પરંતુ આ જંગમાં આ બંને બહેનોના પણ મૃત્યુ થયા હતા.

આ જંગમાં એકમાત્ર એવો જવાન હતો કે, તેણે એકલા હાથે 300 જેટલા ચીની સૈનિકોનો સામનો કર્યો હતો. જશવંત સિંહ રાવતે આ દરેક ચીની સૈનિકોને ધોળા દિવસે તારા દેખાડી દીધા હતા. પરંતુ દેશની રક્ષામાં જશવંતસિંહ રાવતે પણ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. આ જવાનની યાદ માં અહીંના લોકોએ ‘જશવંત ગઢ’ બનાવ્યો છે. આજે પણ દેશના સેકંડો લોકો આ જવાનની યાદમાં આંસુ વહાવી રહ્યા છે અને ગર્વ અનુભવી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…