વાળ અને ચહેરા માટે વરદાન સમાન છે આ વનસ્પતિ, સ્વાસ્થ્યને પણ એટલા ફાયદા થાય છે કે…

Published on: 6:12 pm, Wed, 16 November 22

હાલમાં એક એવી જાણકારી લઈને આવ્યા છીએ કે, આપને ખુબ જ ઉપયોગી સાબિત થશે. સામાન્ય રીતે આસાનીથી મળી આવતું કુંવારપાઠું ત્વચાની માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ત્વચાને લગતી અનેક સમસ્યાઓ માટે આ એક ખૂબ જ સારો તેમજ કુદરતી ઉપાય છે. એક બાજુ કુંવારપાઠું જ્યારે ત્વચાની ઘણી સમસ્યાઓનું સમાધાન છે ત્યારે આ ત્વચાને પોષણ આપવાનું પણ કામ કરે છે. 

વાળ તેમજ ત્વચાની સુંદરતાને નિખારવા માટેની આ બેહતર રીત છે. ત્વચાના કુદરતી નિખારની સાથે જ વાળને સિલ્કી પણ બનાવે છે. આમાં વિટામિન, મિનરલ્સ તેમજ એમિનો એસીડની સાથે અન્ય કેટલાંક પોષક તત્વો પણ મળી આવે છે. જે તમારા ચેહરાને કુદરતી નિખાર આપે છે. ચાલો જાણીએ કુંવારપાઠું કેવી રીતે તમારા વાળ તથા ત્વચા માટે મદદરૂપ થાય છે.

ત્વચા માટે ઉપયોગી :
ચેહરાને ખીલ, દાગ અથવા તો ધબ્બાથી બચાવવા માટે દરરોજ કુંવારપાઠું લગાવવું જોઈએ. કુંવારપાઠુનું જ્યુસ અથવા તો જેલને દરરોજ ચહેરા પર માત્ર 20 મિનિટ સુધી લગાવીને પાણીથી ધોઈ નાખવું જોઈએ. તે ત્વચાને સુવાળી બનાવવાની સાથે જ તેની આદ્રતાને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. જો આનું નિયમિતપણે સેવન કરવામાં આવે તો તે ત્વચાની યુવાની જાળવી રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. કુંવારપાઠું જેલ મેકઅપ રીમુવરનું પણ કામ કરે છે. મેકઅપ દૂર કરવા માટે કુંવારપાઠુ જેલનો ઉપયોગ કરવામાં આવે છે. આનાથી ત્વચાને કોઈપણ પ્રકારનું નુકશાન પણ થતું નથી.

વાળ માટે ઉપયોગી:
વધારે પડતાં વાળ ખરી રહ્યાં હોય ત્યારે કુંવારપાઠું લગાવવાંથી જલ્દીથી નવા વાળ ઊગવા લાગે છે. આની સાથે જ કુંવારપાઠું લગાવવાથી તૈલીય ખોપરીની સમસ્યામાંથી રાહત મળે છે. કારણ કે, એમાં એવા ગુણ રહેલાં હોય છે કે, જે વાળમાં રહેલ તેલની વધારે પડતી માત્રાને નિયત્રંણમાં લાવે છે. કુંવારપાઠુમાં વિટામિન-A ની સાથે જ વિટામીન-C અને E મોટી માત્રામાં જોવા મળે છે. તે બધા તંદુરસ્ત કોષના વિકાસને પ્રોત્સાહન આપે છે તેમજ વાળને ચમકદાર બનાવે છે. તેમાં રહેલ વિટામિન-B12 તથા ફોલિક એસિડ ખરતા વાળને અટકાવવામાં મદદ કરે છે.

કુંવારપાઠું લોહીનું ભ્રમણમાં વધારો કરવામાં અસરકારક સાબિત થાય છે. જ્યારે તમે તેને તમારા વાળ માં ઉપયોગ કરો તો આ ત્યાં લોહીનું ભ્રમણ વધારી દે છે. આનાથી વાળનો વિકાસ થાય છે તેમજ ઝડપથી નવા વાળ પણ આવવાં લાગે છે. કુંવારપાઠું ટાલ દૂર કરવામાં પણ ખુબ મદદરૂપ થાય છે. તેમાં નવા વાળ ઉગાડવામાં ગુણ પણ હોય છે. આની માટે કુંવારપાઠુને તમે શેમ્પૂ રૂપે પણ ઉપયોગ કરી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…