ભણતા-ભણતા આ ગુજરાતી બાળકે વગર પેંડલે ચાલતી સાઇકલ બનાવી માતાપિતાનું માથું ગર્વથી ઊંચું કરાવ્યું

135
Published on: 5:16 pm, Mon, 13 December 21

હાલનો સમય ટેકનોલોજીનો સમય છે, આજના મોર્ડન યુગમાં મોટાભાગના લોકો ટેકનોલોજી ઉપર નિર્ભર છે. ટેકનોલોજીના કારણે વ્યક્તિનું જીવન ખૂબ જ સરળ થઈ ગયું છે. શાળાઓમાં પણ ભણતરની સાથે ઘણી એવી પ્રવૃત્તિઓ થાય છે કે, જેના કારણે બાળકો ભવિષ્યમાં વધારેમાં વધારે તૈયાર થાય.

હાલ ગુજરાતના એક વિદ્યાર્થીએ એવી સાયકલ બનાવી નાખી હતી કે, પેન્ડલ માર્યા વગર 15 કિલો મીટર દોડી જાય છે. વડોદરાના એક વિદ્યાર્થીએ આ સાયકલ બનાવીને માતા-પિતાને માથું ગર્વથી ઊંચું કરાવ્યું હતું. નીલ શાહ નામનો આ યુવક બારમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. તે દરમિયાન આ વિદ્યાર્થીએ ‘સોલાર સાયકલ’ બનાવી હતી. જેના કારણે વગર પેન્ડલેં આ સાયકલ પંદર કિલોમીટર સુધી ચાલી જાય છે.

તેના અભ્યાસની વાત કરીએ તો નીલને નવા નવા પુસ્તકો વાંચવામા ખૂબ રસ હતો. નવા નવા પુસ્તકો દ્વારા કંઈકને કંઈક નવું શીખતો હતો. અને તેમાંથી જ પ્રેરણા લઈને આ સાયકલ બનાવી હતી. તમને જણાવી દઈએ કે આ સાયકલ બનાવવામાં એક રૂપિયાનો પણ ખર્ચ થયો નથી. નીલે આ સાયકલમાં એક બેટરી મૂકી છે, અને આ બેટરી સોલાર પેનલની મદદથી આપમેળે ચાર્જ થાય છે. ખાસ વાત તો એ છે કે, આ સાયકલ ચાર્જ પણ કરવી પડતી નથી, સૂર્યપ્રકાશથી આપમેળે બેટરી ચાર્જ થઇ જાય છે.

નીલના માતા પિતાએ જણાવ્યું કે, નીલ જ્યારે પાંચમા ધોરણમાં ભણતો હતો ત્યારથી જ તેને વિજ્ઞાન વિષયમાં ખૂબ જ હતો. પરંતુ પાંચમા ધોરણમાં વિજ્ઞાન વિષય જ નહોતો આવતો. પરંતુ વિજ્ઞાન પ્રત્યે રહેલા પ્રેમના કારણે નીલ હંમેશા લાઇબ્રેરીમાં પુસ્તકો વાંચતો અને નવા-નવા એક્સપેરિમેન્ટ કરતો હતો.

પુસ્તકો વાંચતી વખતે નીલને આ સાયકલ બનાવવાનો વિચાર આવ્યો હતો. ત્યારબાદ આ સાયકલ કેવી રીતે બનાવી? તે ઉપર સતત મહેનત કરવા લાગ્યો હતો. જ્યારે સફળતાપૂર્વક વિદ્યાર્થીએ સાયકલ બનાવી નાખી, ત્યારે હાલમાં આવી સાયકલોના ઓર્ડર પણ આવી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…