ભારતના આ “”ગોલ્ડ મેન” સામે અંબાણી પણ લગતા હતા ફિક્કા – જ્યાં પણ જાય ત્યાં 5 કિલો સોનાનો શર્ટ પહેરીને જતા

410
Published on: 12:46 pm, Sat, 18 June 22

દુનિયામાં આપણે એવા ઘણા લોકો જોઈએ છીએ જેઓ ખૂબ જ અમીર હોય છે અને જેમની પાસે પુષ્કળ પૈસા હોય છે, ઘણા લોકો સાદું જીવન પણ જીવતા હોય છે. ત્યારે આજે આપણે એવા જ એક વ્યક્તિ વિશે વાત કરીશું, જે જયારે પણ આ વ્યક્તિ બહાર જાય છે ત્યારે એટલું બધું સોનું પહેરે છે કે લોકો આશ્ચર્યમાં મુકાઈ જાય છે.

આ વ્યક્તિ એટલું બધું સોનુ પહેરે છે કે  આટલું સોનુ તો અંબાણી પણ નથી પહેરતા. આ વ્યક્તિનું નામ દત્તા ફુએ છે જે પુણેના રહેવાસી છે. દત્તા ફુએને સોના પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે, લોકો તેને ગોલ્ડ મેન તરીકે પણ ઓળખે છે. આપણે અત્યાર સુધી લોકોને સોનાના ઘરેણાં જ પહેરેલા જોયા હશે પણ દત્તા ફુએ પાસે તો સોનાનો એક શર્ટ પણ છે.

જણાવી દઈએ કે, દત્તા ફુએ પાસે જે સોનાનો શર્ટ છે તેનો વજન આશરે ત્રણ કિલો જેટલો છે. આ શર્ટની કિંમત 1.5 કરોડ છે અને આ શર્ટને બનાવવા માટે લગભગ વિસ દિવસ જેટલો સમય લાગ્યો હતો. દત્તા ફુએ પાસે એટલું બધું સોનુ છે કે તે વેચીને કઈ પણ ખરીદે શકે તેમ છે.

ત્યારે લોકોનું એવું માનવું છે કે, જેટલો વધારે દેખાવ કરીને આપણે બહાર નીકળીએ છીએ એટલું આપણા માટે વધારે જોખમી બને છે. દત્તા ફુએ સાથે પણ આવું જ થયું હતું. જણાવી દઈએ કે, દત્તા ફુએ હાલ આ દુનિયામાં નથી. તેમની હત્યા કરવામાં આવી હતી. પુણે નજીક દીઘીમાં મધ્યરાત્રિના સુમારે ફુગેને છરો મારવામાં આવ્યો હતો. કહેવાય છે કે, હુમલાખોરોએ તેનું માથું પથ્થરથી કચડી નાખ્યું હતું. પોલીસે સ્થળ પરથી છરી કબજે કરી હતી. પૈસાની લેવડદેવડના વિવાદને કારણે આ હત્યા થઈ હોવાની આશંકા હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…