આજકાલ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર રીલ બનાવવાનો ટ્રેંડ ચાલી રહ્યો છે. આ માટે લોકો ગમે ત્યારે અને ગમે ત્યાં રીલ બનાવવાનું શરૂ કરી દે છે. ભલે તે ગમે તે સ્થાન હોય, લોકો રીલ્સ બનાવવાની કોઈ તક છોડતા નથી. ત્યારે હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે ખૂબ જ મજેદાર છે. આ વીડિયોમાં જોઈ શકો છો કે, એક છોકરી ઘોડા પાસે ઊભી રહીને રીલ બનાવી રહી હતી, પરંતુ આ દરમિયાન ઘોડાએ જે કર્યું તે જોઈને તમે તમારું હાસ્ય રોકી શકશો નહીં.
View this post on Instagram
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સાડી પહેરેલી એક છોકરી ઘોડા પાસે ઊભી છે અને રીલ બનાવી રહી છે. તે ઘોડાની નજીક જઈને અલગ-અલગ પોઝ આપી રહી છે. પરંતુ જેવી છોકરી ઘોડાની નજીક નાચવા લાગે છે, ગુસ્સે ભરાયેલો ઘોડો તેને મજાનો સ્વાદ ચખાડે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો પર લોકો ફની કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં લગભગ 40 હજાર વખત જોવામાં આવ્યો છે. યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું – હજુ બનાવો રીલ્સ. બીજાએ લખ્યું- બચી ગઈ, નહીં તો તેનો જીવ પણ જઈ શકત.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…