સફેદને બદલે આ ખેડૂતભાઈએ ગુલાબી અને પીળા રંગની કોબીજની ખેતીમાં મેળવી સફળતા- એક જ વારમાં થયો આટલો નફો

479
Published on: 6:41 pm, Fri, 22 October 21

તમે અત્યાર સુધી સફેદ રંગની કોબીજ ખાધી હશે પણ હવે ટૂંક જ સમયમાં તમે ગુલાબી તથા પીળી રંગની કોબી પણ ખાઈ શકશો. હકીકતમાં, મહારાષ્ટ્રમાં આવેલ નાસિકમાં એક ખેડૂત હાઇબ્રિડ ગુલાબી કોબીજ ઉગાડવામાં સફળતા મેળવી છે. આ 42 વર્ષીય ખેડૂતનું નામ મહેન્દ્ર નિકમ છે કે, જે નાસિકના માલેગાંવ તાલુકાનો છે.

નિકમે આ ફૂલકોબીના બીજ સ્વિસ કંપની સિન્જેન્ટા એગ્રીકલ્ચરલ સાયન્સ એન્ડ ટેકનોલોજી પાસેથી ખરીદ્યા છે. ચાલો તમને આ વિશે વિગતવાર જણાવીએ… અવારનવાર સફળતાની આવી કેટલીક કહાનીઓ સામે આવતી રહેતી હોય છે ત્યારે ચાલો જાણીએ…

20,000 કિલોનું ઉત્પાદન:
નિકમ વારંવાર ખેતીમાં નવા પ્રકારના પ્રયોગો કરતા રહેતા હોય છે. હાલમાં એમની પાસે ગુલાબી અને પીળી ફૂલકોબીનો ઢગલો પડ્યો છે, આટલું બધું ઉત્પાદન જોઈને માત્ર વિસ્તારના ખેડૂતો જ આશ્ચર્યચકિત નથી થયા, પરંતુ મીડિયા તથા કૃષિ નિષ્ણાતો પણ તેમની વારંવાર મુલાકાત લઈ રહ્યા છે.

નિકમ જણાવે છે કે, બજારમાં ગુલાબી ફૂલકોબીની માંગ વધારે રહેલી છે ત્યારે લોકો તેને 80 રૂપિયા પ્રતિ કિલોના દરે ખરીદી રહ્યા છે. હાલમાં, તેની ખેતીમાં લગભગ 20,000 કિલો કોબી કાપવા માટે તૈયાર છે. આ વર્ણસંકર ફૂલકોબીની ખેતી પર નિકમે કુલ 2 લાખ રૂપિયા ખર્ચ્યા છે. જેની સફળતા જોઈને દેશના ઘણા ખેડૂતોએ પણ તેનો સંપર્ક કર્યો છે.

ક્યાં થઈ શકે આની ખેતી?
ગુલાબી ફૂલકોબીની ખેતી અંગે નિકમે જણાવ્યું હતું કે, જો કે તે લગભગ દરેકની જમીન પર ઉગાડી શકાય છે પરંતુ આની માટે શ્રેષ્ઠ રેતાળ જમીન છે. આવી જમીન તેની ખેતી માટે ખુબ શ્રેષ્ઠ છે. સામાન્ય ફૂલકોબીની ખેતીની જેમ, રોપણી પહેલાં જમીનને હળ કરવી પણ ખુબ જરૂરી છે. જો કે, તેને વધુ ખાતરની જરૂર પડતી નથી પણ જરૂર પ્રમાણે ખેડૂતો તેમાં સડેલા છાણના ખાતરનો ઉપયોગ કરી શકે છે.

જો આપણે ઉપયોગ વિશે વાત કરીએ તો તેનો ઉપયોગ શાકભાજી, અથાણાં, ડમ્પલિંગ તથા સૂપ વગેરે બનાવવા માટે સરળતાથી થઈ શકે છે. સામાન્ય તથા ભેજવાળું વાતાવરણ તેની ખેતીમાં મદદરૂપ થાય છે. આની ખેતી 15 થી 25 ડિગ્રી તાપમાનમાં આરામથી કરી શકાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…