ભારત દેશ એક કૃષિપ્રધાન દેશ છે. આખા દેશની કુલ વસ્તી ના 80% વસ્તી ખેતી પર નીર્ભરિત છે. જુદાં-જુદાં પાકોની ખેતી ખેડૂતો કરતાં થયા છે. અત્યારના સમયમાં ખેડૂતો વધારે પ્રગતીશીલ બન્યાં છે. રાજ્યમાં પણ ઘણીવાર ખેડૂતો કઈક અલગ કરીને બતાવતા હોય છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ સુરત જીલ્લાના એક ખેડૂતએ છે કે, જેમણે પંજાબમાં થતાં કાળા ઘઉંની સફળ ખેતી કરી બતાવી છે.
આજની ટેકનોલીજી દ્વારા કેટલાંક ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરતાં થયા છે તો કેટલાંક ખેડૂતો ગાય આધારિત ખેતી કરતાં થયા છે. હાલમાં આવી જ એક પ્રગતીશીલ ખેડૂતભાઈની પ્રગતીને લઈ માહિતી સામે આવી છે. આ ઉપરાંત રાજ્યના જામનગર જિલ્લામાં ખેડૂતો નવા બાગાયતી ખેતી ની ઉપયોગ કરી ને સમ્રુદ્ધ ખેતી તરફ વળ્યાં છે.
આ ઉપરાંત કાલાવડ તાલુકાના ખેડૂત વિશાલભાઈએ વૈશ્વિક કક્ષાના એક્ઝોટિક વેજીટેબલ તેમજ ફ્રુટની ખેતી કરીને સતત નવા પાકોનું સંશોધન કરી રહ્યા છે. તેમજ આણંદપર ગામમાં રહેતા વિશાલભાઈએ અભ્યાસ તેમજ પોતાની ખેતીને જોડીને આ વર્ષ દરમિયાન સ્ટ્રોબેરી, ઝુકીની તથા બ્રોકલી જેવા નવા બાગાયતી પાકોનું પોતાની જમીનના માત્ર એક વીઘા જમીનમાં પ્રાયોગિક ધોરણે વાવેતર કરતાં મોટી સફળતા મળી છે.
ફક્ત 1 વીઘામાં 6,000 જેટલા સ્ટ્રોબેરીના છોડનું વાવેતર કરી ને ડિસેમ્બર માસમાં કર્યું હતું. આ છોડ જાન્યુઆરી મહિના એટલે કે ફક્ત 1 મહિનામાં જ વિશાલભાઈને છોડ પર ફળનું ઉત્પાદનની શરૂઆત થઇ ગઈ હતી. જેથી 1 વીઘાના વાવેતરમાંથી કુલ 3,000 કિલો સ્ટ્રોબેરીનું ઉત્પાદન સફળતા પૂર્વક મેળવ્યું હતું.
તેની સાથે સાથે જ આની સાથે જ તેમણે પ્રાયોગિક ધોરણે ખૂબ નાના વિસ્તારમાં એક્ઝોટિક વેજીટેબલ તેમજ બ્રોકલીની ખેતી કરવાનો પ્રયોગ કર્યો હતો જેમાં પણ તેમણે સફળતા મેળવી છે. આમ, કઈક અલગ કરી બતાવવા પર સમગ્ર પંથકમાં એમની ભરપુર તારીફ થઈ રહી છે તેમજ ખેડૂતો એમની પાસેથી માર્ગદર્શન મેળવી રહ્યાં છે.