ઘરે બેઠાબેઠા રાજકોટના ખેડૂતને વિચાર આવ્યો અને શરુ કરી એવી ખેતી કે આજે થઇ રહી છે કરોડોની કમાણી

312
Published on: 4:54 pm, Thu, 23 September 21

આજે અમે તમને એક એવા ખેડૂત વિષે જણાવીશું જેણે પોતાની બુદ્ધિ વાપરી અને થોડી જ મૂડી રોકાણ કરીને આજે કરોડપતિ બની ગયો છે. જણાવી દઈએ કે, રાજકોટના 55 વર્ષના આ ખેડૂતે કઈ આવી જ સિદ્ધિ હાસિલ કરી છે. આ ખેડૂતનું નામ ભગવાનજી ભાઈ છે અને તેઓ રાજકોટના ધોરાજી ગામમાં રહે છે.

જાણવા મળ્યું છે કે, ભગવાનજી ભાઈ પણ પોતાની બાપ દાદાથી ચાલી આવતી પરંપરાગત ખેતીમાં કપાસ, અડદ અને મગફળીની ખેતી કરતા હતા પણ તે આ ખેતીમાંથી એટલા પૈસા પણ નહતા કમાઈ શકતા કે તે પોતાનું ગુજરાન સરખી રીતે ચલાવી શકે. પરંતુ, એક દિવસ તેમને બેઠા બેઠા એવો વિચાર આવ્યો કે તે કરોડપતિ બની ગયા.

એક દિવસે ભગવાનજી ભાઈએ ફોનમાં જોયું કે, એક ખેડૂતે પોતના ખેતરમાં ચંદનની ખેતી કરી હતી અને તેને ચંદનની ખેતીથી કરોડો રૂપિયાની કમાણી કરી હતી. આ જોઇને તેમણે પણ નક્કી કર્યું કે, હું પણ ચંદનની ખેતી કરીને કરોડો રૂપિયાની કમાણી કરીશ. ત્યારબાદ તેમણે માહિતી એકત્ર કરીને ચંદનની ખેતી ચાલુ કરી હતી.

જાણવા મળ્યું છે કે, ભગવાનજી ભાઈએ તેમના ખેતરમાં આજથી ચાર વર્ષ પહેલા 120 રૂપિયાના 600 છોડ તેમના ખેતરમાં વાવ્યા હતા. ચંદનના છોડને તૈયાર થવા માટે 14 વર્ષ લાગે છે અને જયારે તે તૈયાર થાય છે ત્યારે ચંદનનો એક છોડ એક લાખ રૂપિયાથી 2 લાખ રૂપિયામાં વેચાય છે. જયારે તેમના 600 છોડ તૈયાર થશે ત્યારે તેમને લગભગ 6 કરોડ રૂપિયાની કમાણી થશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…