ગુજરાતના યુવા ખેડૂતે ‘સ્માર્ટ ખેતી’ દ્વારા કરી લાખોની કમાણી- જુઓ કેવી રીતે?

176
Published on: 10:42 am, Sun, 17 October 21

સમગ્ર જિલ્લામાં એવા કેટ-કેટલાય પ્રગતિશીલ ખેડૂતો છે કે, જેમણે પરંપરાગત ખેતીને બદલે કંઈક નવું સંશોધન તથા નવા પ્રયોગો કરીને સફળ ખેડૂત બન્યા છે ત્યારે જિલ્લાના આવા જ એક રાણાવાવના પ્રગતિશીલ ખેડૂતે ડ્રેગન ફ્રુટની ખેતી કરીને ખુબ સારી કમાણી કરી રહ્યા છે તેમજ એ સાબીત કરી બતાવ્યું છે કે, સાહસ કરવાથી કોઈપણ ક્ષેત્રે જરુરથી સફળતા મળે છે.

પોરબંદર જિલ્લામાં આવેલ રાણાવાવના રાજુ મોકરીયા નામના પ્રગતિશીલ ખેડૂતે પોતાની વાડીના અઢી વિઘા જમીનમાં તેઓએ ડ્રેગન ફ્રુટની ખેતી શરૂ કરી છે. આ જિલ્લામાં મુખ્યત્વે મોટા ભાગના ખેડૂતો મગફળી તથા કપાસ સહિતના મુખ્ય પાકોનુ વાવેતર કરતા હોય છે.

આવા સમયે રાણાવાવના આ ખેડૂતભાઈએ મગફળી તેમજ કપાસની જગ્યાએ ડ્રેગન ફ્રુટની ખેતીનો નિર્ણય લીધો તેમજ તેઓની મહેનત તથા સુઝબુજને લીધે તેઓ હાલમાં સફળતા પૂર્વક ડ્રેગન ફ્રુટમાંથી સારી એવી આવક કરી રહ્યા છે. સમગ્ર રાણાવાવ તાલુકામાં આ એક માત્ર ખેડૂત છે કે, જેઓએ ડ્રેગન ફ્રુટનુ વાવેતર કર્યુ છે.

આજે આ ખેડૂતના વાવેતરને જોવા માટે તેમજ ડ્રેગન ફ્રૂટને ખરીદવા કેટલાક લોકો આવી રહ્યા છે. ડ્રેગન ફ્રુટની સફળ ખેતી કરનાર રાજુ મોકરીયા નામના આ યુવા ખેડૂત જણાવે છે કે, અમે પણ અગાઉ પરંપરાગત મગફળી સહિતની ખેતી કરતા હતા પણ બાદમાં જાણવા મળ્યુ હતું કે, ડ્રેગન ફ્રુટની ખેતી કરી શકાય તેમ છે.

જેને લીધે જામનગરના કાલાવાડાથી ડ્રેગન ફ્રુટના રોપા લાવીને વાવેતર કર્યુ હતુ. જેને હલમાં 18 મહિના જેટલો સમય થયો છે તેમજ હાલમાં ખુબ સારો વિકાસ તથા ઉત્પાદન પણ થઈ રહ્યુ છે. હાલમાં 3,000 કિલો ડ્રેગન ફ્રુટનુ ઉત્પાદન થયુ છે. જેનો ભાવ 150 રૂપિયા થી લઈને 200 રુપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે.

હાલમાં ડ્રેગન ફ્રુટનુ અઢી વીઘામાં વાવેતર કરવામાં આવેલ છે કે, જેમાં સફેદ તથા લાલ એમ બંન્ને પ્રકારના ડ્રેગન ફ્રુટ છે, તેમજ તેઓના રોપા પણ છે. અઢી વિઘામાં કુલ 510 પોલ પર ડ્રેગન ફ્રુટનુ વાવેતર કરવામાં આવ્યું છે. મુખ્યત્વે વાવેતર કર્યા પછી જુન માસથી નવેમ્બર માસ સુધી ડ્રેગન ફ્રુટનુ ઉત્પાદન આવતુ હોય છે.

વાવેતર કર્યાનાં 7 મહિના પછી ઉત્પાદન શરુ થયુ હતુ. હજુ પણ 700 કિલો જેટલા ડ્રેગન ફ્રુટના ફ્લાવરિંગ લાગેલા છે. આ પ્રગતીશીલ ખેડૂતભાઈ જણાવે છે કે,તેઓને આ ડ્રેગન ફ્રુટની ખેતી માટે 5 લાખ જેટલો ખર્ચ થયો છે. આટલુ સાહસ કરીને એક અલગ પાકનુ વાવેતર કર્યુ હોવા છતા સરકારે તેઓને કોઈ સબસીડી કે માર્ગદર્શન આપ્યું નથી.

રાણાવાવના પ્રગતિશીલ ખેડુત એવા રાજુ મોકરીયાએ જે રીતે પોતાની મહેનત તેમજ સુઝબુજથી સફળતાપૂર્વક ડ્રેગન ફ્રુટની ખેતી કરવામાં સફળતા મેળવી છે તેઓનાં સાહસને આજુબાજુના ખેડૂતો દ્વારા બિરદાવવામાં આવ્યું હતુ. અન્ય ખેડૂતો જણાવે છે કે, અમો વર્ષોથી મગફળી અને કપાસનુ વાવેતર કરતા આવ્યા છીએ. જે રીતે આ ખેડૂતોએ પોતાની જમીનમાં ડ્રેગન ફ્રુટની સફળતા પૂર્વક ખેતી કરી રહ્યા છે તેને જોઈ અમને ખુબ પ્રેરણા મળી છે કે, આપણે પણ ઈચ્છીએ તો આ પ્રકારની ખેતી કરી શકીએ છીએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…