ખેતીમાં નવો સાહસ કરી, આ ખેડૂતે કોફીની ખેતી કરવાનો નિર્ણય કર્યો- આજે થઇ રહી છે લાખોની ચોખ્ખી કમાણી

176
Published on: 5:37 pm, Fri, 10 December 21

દેશના ઘણા ખેડૂતોએ અલગ પ્રકારની ખેતી કરવાનો સાહસ કર્યો છે, અને આ દરેક ખેડૂતોને સફળતા મળી છે. જ્યારે આવા જ એક ખેડૂતે ખેતીમાં આ લોકો સહન કર્યો હતો અને દિન રાત ની અથાગ મહેનતના કારણે સફળતા મળી હતી. ખરેખર એક ખેડૂતે હાલના સમયમાં કોફીની ખેતીમાં સાહસ કર્યો હતો. અને આજે કોફીની ખેતી માંથી સારામાં સારી કમાણી કરી રહ્યા છે.

તિતરપુર ગામમાં રહેતા ખેડૂતે કોફીની ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો. આજ દિન સુધી ખેડૂતોએ કોફીની ખેતી તરફ પગલાં નથી માંડ્યા. પરંતુ આ ખેડૂતે ફક્ત સાહસ જ નહીં પરંતુ સફળતા પણ મેળવી છે. છેલ્લા ચારથી પાંચ વર્ષથી આ ખેડૂતભાઈ કોફીનું ઉત્પાદન કરે છે. ખેડૂતનું નામ કુલય જોશી છે. કુલય જોશીએ જણાવતા કહ્યું હતું કે, ‘આજથી ચાર પાંચ વર્ષ પહેલા ફક્ત બે એકર જમીનમાં જ કોફીની ખેતી કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ સારી સફળતા મળતા બીજા જ વર્ષે 18 એકરમાં કોફી ની ખેતી શરૂ કરી દીધી.’

કૂલય જોષીએ, પોતાની જમીનમાં બે બાય બે મીટર પ્લાન્ટ ઊભો કર્યો હતો. એક છોડમાંથી દોઢ કિલો જેટલા બીજનું ઉત્પાદન થતું. સતત ત્રણ વર્ષ સુધી આ ખેડૂતે પોતાની બે એકર જમીનમાં કોફી ની ખેતી શરુ રાખી હતી. શરૂઆતમાં જ કોફીની ખેતી દ્વારા આ ખેડૂતે ૩૦થી ૪૦ હજારની ચોખ્ખી કમાણી કરી હતી.

તમને જણાવી દઈએ કે કોફી ની ખેતી વર્ષ દરમિયાન એક જ વાર થાય છે. એટલે સાથોસાથ કાળા મરી અને મગફળીની ખેતી પણ કરી શકાય છે. અત્યાર સુધીમાં કોફીની ખેતી દક્ષિણ ભારતમાં થતી આવી છે પરંતુ આ ખેડૂતભાઈ વિક્રમ સર્જી છત્તીસગઢમાં પણ શરૂ કરી છે. તેઓએ જણાવ્યું કે, જો અહીંયા આ ખેતી શક્ય હોય તો ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં કોફી ની ખેતી દ્વારા સારી કમાણી થઇ શકે છે. આજે કુલય કોફી ની ખેતી દ્વારા દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…