આ ખેડૂતભાઈએ એવો દેશી જુગાડ અપનાવ્યો કે, વિડીયો જોઇને તમે પણ કહેશો કે, વાહ! શું મગજ દોડાવ્યું

212
Published on: 2:16 pm, Thu, 14 October 21

ઇન્ટરનેટ પર કેટલાક દેશી જુગાડનાં વીડિયો વાયરલ થતા હોય છે કે, જેને જોયા પછી લોકો સ્તબ્ધ થઇ જતા હોય છે. ખેતરોમાં આપણે એટલું કામ કરવું પડતું હોય છે કે, જે ટૂંક સમયમાં કરવું શક્ય હોતું નથી. આવા દિવસોમાં ખેડૂતો માત્ર દેશી જુગાડનો આધાર લેવાનું પસંદ કરે છે.

દરરોજ આવા અનેકવિધ વીડિયો ખેતર અને કોઠારમાંથી સામે આવતા હોય છે કે, જેને જોયા પછીથી લોકો વિચારમાં પડી જાય છે. હવે આવો જ એક બીજો વીડિયો સામે આવ્યો છે કે, જેને જોયા બાદ લોકોની આંખો પહોળી થઈ ગઈ છે.

ટ્રોલીને ખેતરમાં લઈ જવા માટે દેશી જુગાડ વાપર્યો:
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે બાઇકની મદદથી ટ્રોલીને ખેતરમાં લઈ જવા માટે સ્વદેશી જુગાડનો ઉપયોગ કરાયો છે. દેશી જુગાડની મદદથી બાઇકને ટ્રેક્ટરની જેમ બનાવીને એમાં ટ્રોલીને જોડવા માટે બાઇકના પાછળના વ્હીલ પાસે લોક લગાવવામાં આવ્યો છે. ટ્રોલીને બાઇક સાથે જોડીને, તેને બરાબર ટ્રેક્ટર જેવું બનાવી દેવાયું છે.

બાઇકની મદદથી ‘ટ્રેક્ટર’ બનાવ્યું:
આ વીડિયોમાં ટ્રોલીને બાઇક સાથે જોડવામાં આવી છે તેમજ ટ્રોલી ખેતરમાં જરૂરી ચીજ-વસ્તુઓ ખુબ ઝડપથી લઇ જઈ શકે છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. જુગાડુ લાઇફ હેક્સ નામના એકાઉન્ટ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો અપલોડ થતાં લોકોએ તેને ખુબ પસંદ કર્યો હતો.

આ વીડિયો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘જુગાડુ બાઇક ટ્રોલી’. અન્ય કેટલાક યુઝર્સે પણ આ વીડિયો (ઈન્સ્ટાગ્રામ રીલ્સ વિડીયો) પર પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. આ વિડીયોની ખુબ પ્રશંસા થઈ રહી છે તેમજ લોકો ખુબ વખાણ કરી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…