
સુરત ‘દાનવીરોની ભૂમિ’ તરીકે પણ ઓળખાય છે ત્યારે છેલ્લા ઘણા સમયથી સુરતમાં ઘણું અંગદાન કરવામાં આવ્યું છે ત્યારે ફરીવાર એક કિસ્સો સામે આવ્યો છે કે, જેમાં સુરતની એક દીકરીનુ નિધન થયું છે અને તે જતા જતા 6-6 લોકોને નવું જીવન દાન આપતી ગઈ છે.
અહીં જાણવા મળ્યું છે કે, આ દીકરીનું નામ જાનવી પટેલ છે. તેના પિતાનું નામ તેજસ પટેલ તેમજ માતાનું નામ અમિતાબેન પટેલ હોવાનું જાણવા મળ્યું છે. તેમને તેમની દીકરી પર ખુબ જ ગૌરવ છે. તેજસભાઈ પટેલને સોના ચાંદીનો ધંધો કરે છે. તેમની 21 વર્ષની દીકરી જાનવી પટેલ ભણવામાં ખુબ હોશિયાર હતી તેમજ ફેશન ડિઝાઈનરનો અભ્યાસ કરી રહી હતી.
તેમના મિત્રોની સાથે ફરવા ગઈ હતી તેમજ ગાડીની ડેકી પર બેઠેલી હતી ત્યારે અચાનક નીચે પડતા તેને મગજની તકલીફ થઇ હતી. ત્યારપછી તેને ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી પણ સારવાર કર્યા પછી પણ સારી થઇ શકી નહિ તેમજ થોડા સમયમાં તેનું નીધન થયું હતું.
આ સમાચાર તેની માતાને મળતાંની સાથે જ તે રડવા લાગી હતી. ત્યારપછી તેના અમુક અંગ લોકોને નવું જીવન મળે તેના માટે દાનમાં આપવા માટે વાત કરીને તેના માતા-પિતા આ દાન કરવા માટે તૈયાર થઇ જાય છે. તેઓ જણાવે છે કે, જો મારી દીકરીના અંગથી બીજાનું જીવન બચી શકતું હોય તો સારું. આવું કહીને તેના અંગનું દાન કરે છે. આની ઉપરાંત, જાનવીના અંગદાનથી જે લોકોનું જીવન બચી ગયું છે તે લોકો પણ જાનવીનો હદય પૂર્વક આભાર માને છે.