આ કોમ્પ્યુટર એન્જિનિયર બંજર જમીનમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરી કમાય છે લાખો રૂપિયા, જાણો તેમની સંઘર્ષભરી સફળતાની કહાની

Published on: 4:12 pm, Tue, 13 September 22

બંજર જમીનમાં ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન કરવું ખુબ જ અઘરું કામ છે. પરંતુ ઉત્તર પ્રદેશ શાહજહાંપુર જિલ્લાના એક એન્જિનિયરે બંજર જમીનમાં ડ્રેગન ફ્રુટનું વાવેતર કરીને બધા જ ખેડૂતો માટે એક પ્રેરણા પૂરી પડી છે. આ એન્જિનિયર સ્નાતકે એક અલગ ટ્રેક પર મહેનત કરવાનું નક્કી કર્યું હતું. અલ્લાહગંજ પોલીસ સ્ટેશન હેઠળના ચિલાહુઆ ગામના વતની, અતુલ મિશ્રાએ ચેન્નાઈથી કમ્પ્યુટર સાયન્સમાં બીટેક પૂર્ણ કર્યું હતું.

PTI સાથે વાત કરતા, તેણે કહ્યું કે તે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ઉચ્ચ પગારવાળી નોકરી અથવા ઇન્ટરવ્યુ માટે કોઈ પણ જગ્યાએ ગયાં જ નથી, કારણ કે તે તેના સાથી ગ્રામજનો માટે કંઈક કરવા માંગતા હતાં અને તેના જિલ્લાની પ્રતિષ્ઠામાં વધારો કરવા માંગતા હતાં. ઈન્ટરનેટ સર્ફિંગ કર્યા બાદ તેણે બંજર જમીનમાં ડ્રેગન ફ્રૂટની ખેતીનો પ્રયોગ કરવાનું નક્કી કર્યું, ત્યારબાદ મિસ્ટર મિશ્રાએ જણાવ્યું હતું કે તેઓ 2018માં મહારાષ્ટ્રના શોલાપુરથી ડ્રેગન ફ્રૂટના, (જેને પીતાહાય અને ગુજરાતીમાં તેને કમલમ પણ કહેવાય છે) થોડા રોપાં લાવ્યાં હતાં અને તેનાં પરિવાર પાસે પડેલી બંજરમાં તેને ઉગાડ્યાં.

ત્યારબાદ તેને આ ફ્રુટમાં સારી ખેતી થતાં અને પોતાના પ્રયત્નો સફળતા થતાં જોઈ તેણે પોતાની પાંચ એકર જમીનમાં ફળોની ખેતીનો વિસ્તાર કર્યો હતો. આ બાદ તેઓએ જણાવતાં કહ્યું કે મારા પરિવાર પાસે બીજી સાત એકર ઉજ્જડ જમીન છે જેમાં આગામી સિઝનમાં ડ્રેગન ફ્રુટ ઉગાડવામાં આવશે. મિસ્ટર મિશ્રાએ કહ્યું કે હવે તેમણે મોટા પાયે ડ્રેગન ફ્રુટની ખેતી કરવામાં મદદ કરવા માટે ત્રણ પુરૂષો અને એક મહિલાને કામે રાખ્યા છે.

આ પહેલાં તેનાં પરિવારના લોકો આ ઉજ્જડ જમીનમાં ઘઉંની વાવણી કરી હતી પરંતુ વાવણીમાં જેટલો ખર્ચ થયો હતો તેનાં કરતાં પણ ઓછું વળતર મળ્યું હતું. ત્યારબાદ મિસ્ટર મિશ્રા ડ્રેગન ફ્રૂટની ખેતી શરુ કરી અને તેઓએ છોડને ફૂગથી બચાવવા માટે ગૌમૂત્ર અને દવાનો છંટકાવ કર્યો હતો. આ સાહસિક યુવકે જણાવ્યું કે, ફળ ઉપરાંત તે બિહાર, મધ્યપ્રદેશ અને હરિયાણા સહિત ઘણા રાજ્યોમાંથી તેની પાસે આવતા ખેડૂતોને ડ્રેગન ફ્રૂટના રોપા પણ વેચી રહ્યો છે.

આ સાથે તેઓએ જણાવ્યું કે- “જે લોકો મારી પાસે રોપા ખરીદવા માટે આવે છે તેમને હું સફળતાપૂર્વક ડ્રેગન ફ્રુટ ઉગાડવાની ટિપ્સ પણ આપું છું.” ડ્રેગન ફ્રુટ એ ઉષ્ણકટિબંધીય ફળ છે જે મેક્સિકો અને મધ્ય અમેરિકામાં થતું હતું. તેનો સ્વાદ કિવિ અને પિઅરના મિશ્રણ જેવો છે. ભારતમાં, તે મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં ઉગાડવામાં આવે છે. આ પાક વિયેતનામ, થાઈલેન્ડ, ફિલિપાઈન્સ અને ઈન્ડોનેશિયામાં પણ ઉગાડવામાં આવે છે

મિસ્ટર મિશ્રાએ કહ્યું કે ડ્રેગન ફ્રુટનું વાવેતર કર્યા પછી એક વર્ષે ફળ આવાની શરૂઆત થાય છે. મિશ્રાએ કહ્યું કે મે મહિનાથી તેના ઝાડમાં ફળ આવવાનું શરૂ થાય છે અને ડિસેમ્બર સુધી ચાલુ રહે છે અને તે તેને દિલ્હીની આઝાદપુર મંડીમાં સારા નફામાં વેચે છે. મિસ્ટર મિશ્રાની આ સિદ્ધિ બદલ જિલ્લાના ખેડૂતો તેમની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે.

રામપુર દૌલતપુરના ખેડૂત કુલદિપ સિંહે કહ્યું કે તેઓ પણ આ ડ્રેગન ફ્રુટની ટિપ્સ લેવા માટે મિસ્ટર મિશ્રાપાસે જશે અને સારી એવી કામની કરશે. ડ્રેગન ફ્રૂટની ખેતી માટે વધુ રોકડની જરૂર છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાયના અભાવ અંગે કેટલાક ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી હતી. મુખ્ય વિકાસ અધિકારી શ્યામ બહાદુર સિંહે સહાયનું વચન આપ્યું છે અને તેમણે પીટીઆઈને જણાવ્યું કે વહીવટીતંત્ર ટૂંક સમયમાં ખેડૂતોને ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા માટે તાલીમ આપવા માટે એક વર્કશોપનું આયોજન કરશે.

અહીંની સરકારી મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. રાજેશ કુમારે જણાવ્યું હતું કે ડ્રેગન ફ્રૂટના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. ડૉક્ટરે કહ્યું કે ડ્રેગન ફ્રૂટમાં પ્રોટીન અને આયર્ન ઉપરાંત વિટામિન સી અને મેગ્નેશિયમ હોય છે અને તે રોગપ્રતિકારક શક્તિને વધારે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…