પશુઓમાં દુધની ક્ષમતા વધારવા માટે ખુબ જ ઉપ્યો છે ‘એનિમલ ચોકલેટ’ – જાણો તેના ફાયદા અને કિંમત

456
Published on: 12:59 pm, Sun, 13 March 22

તમે બધાએ ઘણી બધી ચોકલેટ જોઈ હશે અને ખાધી પણ હશે. પરંતુ શું તમે એનિમલ ચોકલેટ વિશે સાંભળ્યું કે જોયું છે? જો નહીં, તો આજે અમે તમને એનિમલ ચોકલેટ વિશે જણાવીશું.

એનિમલ ચોકલેટ શું છે?
જેમ આપણે ચોકલેટ ખાઈએ છીએ એ જ રીતે પ્રાણીઓને પણ ખાવા માટે ચોકલેટ હોય છે. જેમાં અંદર અનેક પ્રકારના પોષક તત્વો હાજર હોય છે. જે પ્રાણીઓને અંદરથી મજબૂત બનાવે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પોતે પશુપાલક ભાઈઓને તેમના પશુઓને ચોકલેટ ખવડાવવા અંગે જાગૃત કરે છે.

તમને જણાવી દઈએ કે, ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરેલી દ્વારા બનાવવામાં આવેલી આ UMMB એનિમલ ચોકલેટને પ્રાણીઓ માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે.

KVKના વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ, દરરોજ 500 થી 600 ગ્રામ આ ચોકલેટ કોઈ પ્રાણીને ખવડાવવી જોઈએ. આ ચોકલેટ બનાવવા માટે તેમાં બ્રાન, સરસવનું તેલ, યુરિયા, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક, કોપર, મીઠું વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતીય બજારમાં એનિમલ ચોકલેટની કિંમત 80 રૂપિયાની આસપાસ છે.

યુવાનો માટે સ્વરોજગારનું સાધન
આ ચોકલેટ અંગે લોકોને જાગૃત કરવા તેમજ સરકાર તરફથી ગામમાં લોકોને રોજગારી આપવા માટે સરકાર દ્વારા આ ચોકલેટની રેસીપી બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. જેથી ગ્રામીણ યુવાનો પોતાના ગામમાં રહીને જ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે અને સારો નફો કમાઈ શકે.

એનિમલ ચોકલેટના ફાયદા
– પ્રાણીઓમાં તેનું સેવન કરવાથી વંધ્યત્વનો ખતરો બચાવી શકાય છે અને સાથે જ તેને ખાવાથી પ્રાણીઓમાં પ્રજનન ક્ષમતા વધે છે.
– તેનો ઉપયોગ પશુઓમાં લીલા ચારાની અછતને દૂર કરવા માટે પણ થાય છે.
– તેના સેવનથી પ્રાણીઓનું પાચનતંત્ર બરાબર રહે છે અને તેઓ દીવાલને ચાટતા નથી.

– આ ઉપરાંત, પશુઓના દૂધનો વ્યવસાય કરતા પશુપાલકો માટે પણ આ ચોકલેટ વરદાનથી ઓછી નથી. કારણ કે, આ ચોકલેટ જાનવરોને ખવડાવવાથી તેમની દૂધ આપવાની ક્ષમતામાં જબરદસ્ત વધારો થાય છે.
– તેનાથી પ્રાણીઓમાં પ્રોટીનની માત્રા પૂરી થાય છે.
– આ ચોકલેટ પ્રાણીઓમાં હોર્મોન્સનું સંતુલન જાળવવામાં ઘણી મદદગાર સાબિત થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…