મોદી સરકારની પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને થશે સારો એવો ફાયદો- દરેક ખેડૂતોએ ખાસ વાંચવા જેવી માહિતી

Published on: 11:13 am, Tue, 27 July 21

પ્રધાનમંત્રી યોજના દેશના ખેડૂતોને કુદરતી આફતો અને જીવાતો થી થતા પાકને નુકસાન ને રાહત આપવા માટે છે. વર્ષ 2016માં શરૂ કરવામાં આવેલી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના દ્વારા ખેડૂતોને એક પ્રકારનું વીમાકવચ મળે છે અને સુચિત પાકનો નાશ થાય છે તો ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે.

આ યોજના હેઠળ વારસદારને જોડવા
પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક વીમા કંપનીઓએ વીમા વારસદાર ના નામ નો સમાવેશ કરતી ન હતી જેના કારણે ખેડૂતોના પરિવારને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

કર્ણાટક સરકાર નો ફેસલો શું છે?
ખેડૂતોના પરિવારને સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. તે જોતા કર્ણાટક સરકારે નિર્ણય લીધો છે.સૂત્રો અનુસાર જાણકારી મળી છે કે તેને આ કંપનીઓને પીએમાએફનીવાય હેઠળ વીમા કવર આપતી વખતે નામાંકિત તરીકેના ખેડૂત પરિવારના સભ્યોનો સમાવેશ કર્યો છે.

હજુ સુધી ખેડૂતો દાવો કરે છે.
સત્તાવાર અખબાર ની યાદી મુજબ 2019 ની રવિ પાક ની સીઝનમાં 6.81લાખ ખેડૂતોએ રૂપિયા 771 કરોડના પાક વીમા નો દાવો કર્યો હતો. જેમાંથી છ પોઇન્ટ 44 લાખ ખેડૂતોએ 730 કરોડ રૂપિયાના દાવા મેળવી લીધા છે.

પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત પાકને કયા પ્રકાર નું નુકસાન થાય તો ખેડૂતોને લાભ મળે. જેમાં સ્થાયી પાક, પાક પછી નુકસાન, કુદરતી આપત્તિઓ નો સમાવેશ થાય છે.