ઘરે બેઠા કેન્દ્ર સરકાર આપી રહી છે બે લાખ રૂપિયાની આર્થિક સહાય- એક જ ક્લિક પર મેળવો યોજનાનો લાભ

151
Published on: 3:55 pm, Sat, 9 October 21

મોદી સરકાર અનેકવિધ યોજાઓ મારફતે દેશના શ્રમિકો તથા ખેડૂતો અને ગરીબીરેખા નીચે જીવન પસાર કરી રહેલ ગરીબ લોકોની વ્હારે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક સરકારી યોજનાને લઈ જાણકારી સામે આવી છે કે, જે આપને આવા કપરા સમયમાં ખુબ મદદગાર સાબિત થશે.

શ્રમિકોની વ્હારે આવી મોદી સરકાર:
26 ઓગસ્ટનાં રોજ મોદી સરકાર દ્વારા ઇ-શ્રમ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. આમાં જો તમે હેર ડ્રેસર, પ્લંબર, ઇલેક્ટ્રીશ્યન, મોટર મિકેનીક અથવા તો અન્ય કોઇ મજૂરી કરો છો તો તમે આ યોજનાનો લાભ લઇ શકો છો. જે આપને ખુબ ઉપયોગી સાબી થશે.

2 લાખ રૂપિયાનો ફ્રી એક્સિડેન્ટલ વીમો:
જો કોઇ શ્રમિક ઇ શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવે તો એમને 2 લાખ રૂપિયા સુધીનો ફ્રી એક્સિડેન્લ ઇન્સ્યોરન્સ અપાશે કે, જેનું વાર્ષિક પ્રીમિયમ સરકાર ચૂકવશે. રજીસ્ટર્ડ શ્રમિક જો ઘાયલ થાય તો તેની મોત અથવા તો વિકલાંગતાની સ્થિતિમાં 2 લાખ રૂપિયા સુધીનો હકદાર બનશે.

શું છે ઇ શ્રમ પોર્ટલ?
આ પોર્ટલ પછી દેશમાં 38 કરોડથી વધારે અસંગઠિત કામદારો એક પોર્ટલ હેઠળ નોંધાયેલા હશે. ઇ-શ્રમ પોર્ટલ અંતર્ગત નોંધણી તદ્દન મફતમાં કરી દેવામાં આવશે તેમજ કામદારોને કોમન સર્વિસ સેન્ટર્સ અથવા તો ક્યાંય પણ તેના નોંધણી માટે કોઈ જ રકમ ચૂકવવાની જરૂર પડતી નથી.

નોંધણી કર્યા બાદ, કામદારોને એક યુનિક યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) સાથેનું ઈ-શ્રમ કાર્ડ આપવામાં આવશે તેમજ તેઓ આ કાર્ડ દ્વારા ગમે ત્યાં ગમે ત્યારે અનેકવિધ સામાજિક યોજનાના લાભ પણ મેળવી શકશે. કેન્દ્રીય શ્રમ તથા રોજગાર મંત્રાલય અસંગઠિત ક્ષેત્રના અંદાજે 38 કરોડ શ્રમિકો માટે 12 આંકડાનો યુનિવર્સલ એકાઉન્ટ નંહર (UAN) અને ઈ-શ્રમ કાર્ડ જાહેર કરવામાં આવશે.

જે સમગ્ર દેશમાં માન્ય રહેશે. ઈ-શ્રમથી દેશના કરોડો અસંગઠિત કામદારોને એક નવી ઓળખ મળશે. આ શ્રમ કાર્ડ ભવિષ્યમાં આપને સરકારના સામાજીક સુરક્ષા યોજનાના ફાયદા આપવામાં મદદ કરશે. આ પોર્ટલ પર કંસ્ટ્રક્શન વર્કર્સ, પ્રવાસી શ્રમિક, લારી-ગલ્લા વાળા રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

શ્રમિક કાર્ડ રજીસ્ટ્રેશન:
સૌપ્રથમ eshram.gov.inની વેબસાઇટ પર લૉગ ઇન કરવાનું રહેશે. બાદમાં હોમ પેજ પર ‘Register on e-SHRAM’ નામની લિંક પર ક્લિક કરવાથી હવે આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર તેમજ કેપ્ચા કોડ દાખલ કરીને send OTP પર ક્લિક કરવાનું રહેશે બાદમાં રજીસ્ટ્રેશન ફોર્મ સબમિટ કરવા માટે સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…