રાજકોટની 8 બેહેનોનો વિદેશી ભાઈ: 20 વર્ષથી રાખડી બંધાવી નિભાવે છે ભાઈની ફરજ, મામેરાથી લઇ દરેક પ્રસંગે આવે છે ભારત

Published on: 3:19 pm, Fri, 3 March 23

રાજકોટ(Rajkot): ભાઈ-બહેનના સબંધ એક રાખડીના દોરા પર ટકેલા હોય છે. અમુક વખત તો સગા ભાઈ કરતા પણ માનેલા ભાઈ પોતાની બહેનની વધુ રક્ષા કરતો હોય છે. ત્યારે હાલમાં રાજકોટમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. “લોહીના સબંધો કરતા દિલના સબંધો મજબૂત હોય છે. એકવાર લોહીના સબંધો દગો દઈ જાય પણ દિલ ના સબંધો કયારેય દગો નહિ દે” આ પંક્તિ સાર્થક થઇ છે.

રાજકોટમાં 8 ચારણ બહેનોનો એક વિદેશી ભાઈ છે. જે પોતાની 8 બહેનોને સાગ ભાઈ કરતા પણ વધારે પ્રેમ કરે છે. દરેક રક્ષાબંધન પર પોતાની બહેનોના હાથે રાખડી બંધાવવા માટે રાજકોટ આવે છે. આટલું જ નહિ પોતાની બહેનો માટે અવાર-નવાર નવી નવી વસ્તુઓ મોકલાવ્યા કરે છે.

છેલ્લા 20 વર્ષથી આ ભાઈ-બહેનનો અતુલ્ય સબંધ બંધાયેલો છે. છેલ્લા 20 વર્ષથી વિદેશી ભાઈએ ભાણીયા-ભાણીના મામેરા સુધીથી દરેક રસમો નિભાવે છે. દરેક પ્રસંગ પર અચૂક રાજકોટ આવીને હાજરી આપે છે. આમ, 8 બહેનનો પ્રેમ મેળવીને ભાઈની ફરજ નિભાવી છે. દર વર્ષે બહેનો પાસે રાખડી બંધાવવા માટે અચૂક રાજકોટ આવે છે.

અત્રે ઉલેખનીય છે કે, 20 વર્ષ પહેલા રોઝન નામનો આ ઇંગ્લેન્ડમાં રહેતો યુવક ભારત ફરવા માટે આવ્યો હતો. તે દરમ્યાન તેની મુલાકાત રાજકોટમાં રહેતા ધનાભાઇ સાથે થઇ હતી. ધનાભાઇએ તેને આખાયે રાજકોટમાં ખુબ જ ધામધૂમથી ફેરવ્યો હતો. અને ત્યાર બાદ ધનાભાઇ સાથે રોઝનની મિત્રતા ખુબ જ સારી રીતે બંધાઈ ગઈ. રોઝન તેમના ઘરે પણ ગયો હતો.

રોઝન ધનાભાઇના ઘરે બેસવા માટે ગયો તે દરમ્યાન ધનાભાઇની ૮ ચારણ દીકરીઓને પોતાની બહેન માની હતી. ધનાભાઇને કોઈ દીકરો ના હોવાથી રોઝને તેમનો ડોકરો માનીને ફરજ પુરી કરી. રોઝન તે પોતાની બહેનોને વર્ષમાં એકવાર તો મરવા માટે જરૂરથી આવે છે. તેમની માટે કપડાં અને ભેટ લઈને આવે છે.

રોઝને બહેનોના મામેરા પર કર્યા છે. નાના-મોટા કોઈપણ પ્રસંગ હોય રોઝન હંમેશા પોતાની પત્ની અને બે દીકરીઓ સાથે રાજકોટ આવી જાય છે. તેને પોતાની એક દીકરીની નામ રાજી અને બીજીનું હેમી રાખ્યું છે. બહેનો પણ આજે પોતાના વિદેશી ભાઈથી ખુબજ ખુશ છે. ભાઈએ ભાઈની જ નહિ પરંતુ માં અને બાપ બંનેની ફરજ પુરી કરી છે. ભાઈ પોતાની બહેનના દીકરાને પોતાની સાથે ભણવા પણ લઇ જવાનો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…