આ બહુચરજી માતાને કિન્નરો પણ માને છે, જાણો અહીંયા

Published on: 5:25 pm, Sat, 10 July 21

ભારત દેશમાં એવા કેટલાય મંદિરો છે કે જેને તમે નહિં જાણતા હોવ. આવું જ એક મંદિર ગુજરાતના મહેસાણા માં આવેલું છે. તે મંદિરમાં કિન્નરો ની ભીડ ઉમટી પડે છે જાણો આ મંદિરની ખાસિયત શું છે.આ મંદિર બહુચર માતાનું છે. અહીં દેશના ખૂણે ખૂણેથી કિન્નરો માતા ના દર્શન કરવા માટે આવે છે. અને અહીં કિન્નરો બહુચર માતાના પૂજાના પાઠ પણ કરે છે.

એક માહિતી અનુસાર બહુચર માતા એ એક સાથે અનેક રાક્ષસોને મારી નાખ્યા હતા જેથી તેનું નામ બહુચર રાખવામાં આવ્યું હતું.ત્યારબાદ આ માતાના મંદિરના આંગણમાં અનેક કુકડાઓ જોવા મળે છે. તેથી આ મંદિરને કુકડા વાળી માતા તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ મંદિરને કુકડા ની માતાનું મંદિર કેમ કહેવામાં આવે છે.જાણો
અલાઉદ્દીન ખીલજીએ પાટણ ની જીત મેળવ્યા બાદ તેની નજર આ મંદિર પ્રતિષ્ઠા પર પડી. તેણે આ મંદિર ઉપર ચડાઈ કરી. અને તેના સૈનિકો અહી રાત રોકાયા હતા. આ સૈનિકો પાસે ખાવા માટે કાંઈ પણ ન હતું. તેથી આ સૈનિકોએ મંદિર પરિસરમાં ફરતા કુકડા અને પોતાનું ભોજન બનાવ્યું.

આ સૈનીકો જમીને રાત્રે સૂઈ ગયા.જેટલા સૈનિકો એક કુકડા નું ભોજન કર્યું હતું એટલા સૈનિકો ને રાત્રે ખૂબ જ પેટમાં દુખવા લાગ્યું. સવાર થતાંની સાથે આ સૈનિકો ના પેટ માંથી અલગ અલગ પ્રકારના અવાજ આવવા લાગ્યા અને આ સૈનિકો ટપોટપ મરવા લાગ્યા. આ જોઈને અલાઉદ્દીન ખીલજી તેની સેના લઈને અહીંથી નાસી ગયો.તે સમયથી આ મંદિરને કુકડા વાળી માતા નું મંદિર તરીકે ઓળખવામાં આવ્યું.

આ મંદિરના દર્શને કિન્નરો કેમ આવે છે ? જાણો
ગુજરાતનો એક રાજા હતો. રાજાને કોઇ સંતાન નહોતું. તેથી આ રાજાએ આ માતા ના મંદિર માં પૂજા કરી. ત્યારબાદ રાજાને સંતાન પ્રાપ્ત થયું.આ સંતાન નપુસક હતું તે જોઈને રાજા ખૂબ જ નિરાશ થયો અને તેને માતા ની ભક્તિ કરવાનું ચાલુ કર્યું. ત્યાર બાદ માતાએ તેની વાત સાંભળી.અને આ રાજા પોતાનું રાજ્ય છોડીને માતાની સેવામાં લાગી ગયો. તે માતાની ખૂબ જ સેવા કરતો હતો. ત્યારથી કિન્નર સમાજ આ મંદિરના પૂજા પાઠ કરવા લાગ્યો.

ખાલી ગોદ પણ ભરી દે છે આ માતા
એવું કહેવામાં આવે છે કે લોકોની ખાલી ગોદની માંગણીઓને પૂરી કરે છે. તેના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.જે લોકોની ગોદ ભરાઈ જાય છે તે લોકો પરંપરા મુજબ તેના બાળકના વાળ આ મંદિરમાં અર્પણ કરે છે. આ મંદિરમાં એક એવી પણ દાનપ્રથા છે કે તમે અહીં કુકડા નું દાન કરી શકો છો.