પોતાનો પેશાબ વેચીને કરી શકો છો હજારોની કમાણી- જુઓ આ યુવતી કેવી રીતે કમાય છે લાખો રૂપિયા

Published on: 7:35 pm, Tue, 10 August 21

અમેરિકા: આજકાલ લોકો પૈસા કમાવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. ત્યારે અમેરિકામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં અમેરિકાના ફ્લોરિડામાં રહેતી એક છોકરી પોતાનો જ પેશાબ વેચીને ઘરે બેઠા હજારો રૂપિયા કમાય છે. જ્યારે લોકોને આ અંગે જાણકારી મળી ત્યારે લોકો હેરાન થઈ ગયા કે તેના પેશાબમાં એવી કઈ ખાસ વાત છે જેના માટે લોકો ખરીદવા માટે બેચેન છે.

જાણવા મળ્યું છે કે, કોલેજમાં અભ્યાસ કરતી આ છોકરી બે વર્ષ પહેલા એક ઓનલાઇન એડ સર્વિસ પર પોતાના યુરીનને વેચવાની એક એડ આપી હતી. આ એડમાં લખેલું હતું કે, હું ત્રણ મહિનાની ગર્ભવતી છું જે કોઈપણ વ્યક્તિ મારી પોઝિટિવ પ્રેગ્નન્સી ટેસ્ટ અને યુરીનનો પોતાના કોઈ ખાસ કામ માટે ઉપયોગ કરવા ઈચ્છે છે તો હું તેમને આપી શકું છું. વધુમાં તેણે લખ્યું હતું કે, યુરીન એક અથવા બે ટીપું માટે હું ૨૫ ડોલર ચાર્જ કરીશ.

મળતી માહિતી મુજબ, છોકરીના અજીબો-ગરીબ વિજ્ઞાપનને કારણે સોશિયલ મીડિયા પર પણ ઘણું વાઇરલ થવા લાગ્યુ અને ત્યારબાદ તેમની પાસે યુરિન વેચાતું લેવા માટે ભીડ ઉમટવા લાગી. આવી રીતે યુરીન વેચીને તે દરરોજ 200 ડોલર એટલે કે 14000 રૂપિયા ઉપર કમાઈ લેતી હતી.

તમને જણાવી દઇએ કે, આ બાબતનો ખુલાસો ત્યારે થયો જ્યારે ન્યુઝ ચેનલને આ અંગે જાણ થઈ અને તેમણે એક સ્ટીંગ ઓપરેશન દ્વારા આનો ખુલાસો કર્યો. જેમાં રિપોર્ટર એક ગ્રાહક બનીને છોકરી પાસે ગયો હતો. આ દરમિયાન, તેને પૂછતા છોકરીએ જણાવ્યું હતું કે યુરિન વેચીને તે દરરોજ 14000 જેટલા રૂપિયા કમાય છે.