મૃત્યુ પામીને પણ અમર થઇ વડોદરાની 17 વર્ષીય દીકરી: અંગદાનના એક નિર્ણયથી એક-બે નહીં પણ સાત લોકોમાં હરહંમેશ રહેશે જીવંત

247
Published on: 2:18 pm, Fri, 21 May 21

તમે લોકોએ અવાર નવાર એવા કિસ્સાઓ સાંભળ્યા હશે કે કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેમણે પોતાના અંગ અન્ય લોકોની જિંદગી બચાવવા માટે દાન કર્યા હોય. ત્યારે આવો જ એક કિસ્સો ગુજરાતના વડોદરા શહેરથી સામે આવ્યો છે. તો ચાલો જાણીએ સમગ્ર અહેવાલ વિસ્તૃતમાં…

ગુજરાત રાજ્યના વડોદરા શહેરની સવિતા હોસ્પીટલમાં સારવાર હેઠળ રહેલી એક દીકરીને બ્રેનડેડ જાહેર કરવામાં આવી હતી. જેને લીધે તેમનો પરિવાર ખુબ જ દુખી થયો હતો. જોકે આ દીકરીના ૭ અંગોને દાન કરવામાં આવ્યા છે. જે સાત અંગોમાં બે કીડની, બે આખો, હાર્ટ, ફેફસા અને લીવરનું દાન કરવામાં આવ્યું છે. વડોદરાનો આ પહેલો એવો કિસ્સો છે જેમાં એક સાથે ૭ અંગોનું દાન કર્યું હોય. જયારે આ બાળકી નંદીનીના અંગોને હોસ્પિટલમાંથી લઈ જવામાં આવતાં હતાં ત્યારે તેમના માતા-પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. જેને લીધે હોસ્પીટલમાં સંપૂર્ણ શાંતિ થઇ ગઈ હતી.

અંગોનું આ જગ્યાએ કરવામાં આવ્યું દાન:
વડોદરા શહેર ટ્રાફિક-પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર કરીને હોસ્પિટલથી હરણી એરપોર્ટ સુધીનું અંતર ૮ મીનીટમાં કાપીને હાર્ટ દિલ્હી અને ફેફસાં મુંબઈ હવાઇ માર્ગ દ્વારા પહોચાડવામાં આવ્યા હતા. જયારે બીજા અન્ય અંગો જેમકે કીડની, આખો અને લીવરને પણ ગ્રીન કોરિડોર કરીને અમદાવાદ આઈ.કે.ડી. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યાં હતાં. વડોદરાનો આ પહેલો એવો કિસ્સો છે જેમાં એક સાથે ૭ અંગોનું દાન કર્યું હોય.

ડોકટરે બુધવારની સાંજે કિશોરીને બ્રેનડેડ જાહેર કરી:
હાલોલ-ગોધરા રોડ પર આવેલી સનસિટી સોસાયટીમાં રહેતા નીરજભાઇ શાહ અને ક્રિમાબહેન શાહની 17 વર્ષની મોટી દીકરી નંદનીની 18 ડિસેમ્બરની રાત્રે તબિયત લથડી હતી. દીકરીના માતા પિતા તરત જ દીકરીને હાલોલની એક હોસ્પીટલમાં લઇ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર હેઠળ વડોદરા વાઘોડિયા રોડ ચાર રસ્તા નજીક આવેલી સવિતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પીટલના ડોક્ટરોએ તેમણે બચાવવા માટે અત્યંત પ્રયસો કર્યા છતાં પણ આખરે  તેમને બુધવારના રોજ સાંજે ૫ વાગ્યે દીકરી નંદિનીને બ્રેનડેડ જાહેર કરવાની ફરજ પડી હતી.

હોસ્પિટલના તબીબો શું કહે છે જાણો:
ડો. તરંગ શર્માએ જણાવતા કહ્યું છે કે, સવારે મુંબઈની ફોર્ટિસ હોસ્પિટલની ટીમ ફેફસાં માટે અને દિલ્હી એઈમ્સની ટીમ હાર્ટ માટે વડોદરા આવી પહોચી હતી અને નંદીનીના શરીરમાં સર્જરી કર્યા બાદ હાર્ટ અને લંગ્સ સાચવીને બહાર કાઢવામાં આવ્યા હતાં. જયારે તેમના અન્ય અંગ જેમ કે, કિડની, ચક્ષુ અને લિવર માટેની અલગ-અલગ ટીમો દ્વારા આ અંગો શરીરમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં અને   અંગો સમયસર યોગ્ય સ્થળે પણ પહોંચાડી દેવામાં આવ્યાં હતાં.

નંદનીના પિતાએ સમાજને પણ કરી છે આ અપીલ :
નંદનીના પિતા નીરજભાઇ શાહે જણાવતા કહ્યું હતું કે, મારી દીકરી નંદની અચાનક જ અમારી વચ્ચેથી વિદાય લેશે તેમની અમને પણ જાણ ન હતી. ભલે આજે અમારી દીકરી આજે અમારી વચ્ચે નથી રહી પરંતુ તેમના અંગોનું જે વ્યક્તિઓમાં પ્રત્યાર્પણ થશે એટલે અમને ખુસ થશે કે અમારી દીકરી આ ધરતી ઉપર છે. અમારી દીકરીનું અંગો લંગ્સ, હાર્ટ, કીડની, આંખો તેમજ લીવર બીજાને  કામ લાગશે જેથી અમે ગૌરવ અનુભવીએ છીએ. નંદનીના પિતા નીરજભાઇ શાહે સમાજને અપીલ કરતા કહ્યું છે કે, સમાજમાં ભલે આપણે જીવતાજીવ કોઈને કામ ન આવીએ પરંતુ મૃત્યુ બાદ આપણા અંગોને કારણે કોઈનું જીવન બચી શકે એ જ સાચું કર્તવ્ય.