ગર્ભાવસ્થા દરમિયાન રાખો આ બાબતોનું ખાસ ધ્યાન- બાળક જન્મથી જ હોશિયાર અને સંસ્કારી થશે

182
Published on: 10:46 am, Sat, 30 October 21

આપ સૌને જાણ હશે જ કે, જ્યારે કોઈપણ મહિલા ગર્ભવતી હોય ત્યારે એમના માટે આ સમયની બધી જ ક્ષણ ખૂબ જ ખાસ રહેતી હોય છે. સાથે જ તેઓ પોતાના કરતાં બાળકની વધારે ચિંતા કરતા હોય છે. આવ સમયે બધી જ મહિલાઓ પોતાની સુરક્ષિત ડિલિવરી ઈચ્છટી હોય છે તેમજ બાળકને સંપૂર્ણ સ્વસ્થ જોવા માંગટી હોય છે.

જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે તેણીને બાળક સાથે ભાવનાત્મક જોડાણ મળી રહેતું હોય છે તેમજ તે તેના બાળકની માટે બધા જ પ્રકારના સપના વણવા લાગતી હોય છે. આ સમયે બધી જ મહિલાઓ ઈચ્છતી હોય છે કે, એમનું બાળક સ્વસ્થ તથા બુદ્ધિશાળી બને કે, જે ભવિષ્યમાં તેનું નામ રોશન કરે.

જો કે, બુદ્ધિ મોટાભાગે જનીનો પર આધારિત હોય છે. જયારે અમુક અંશે આમાં આપણો ખોરાક તેમજ જીવનશૈલી પણ અગત્યનો ભાગ ભજવતી હોય છે. આવો અહીં જાણીએ એવી વસ્તુઓ વિશે કે, જે બાળકના મગજના વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે.

આહારમાં ઈંડા સામેલ કરો:
આપને જણાવી દઈએ કે, ઈંડામાં સેલેનિયમ, ઝિંક, વિટામીન A તથા D હોવાની સાથોસાથ કોલિન નામનું પોષક તત્વ રહેલું હોય છે કે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોવાનું મનાય છે. કેટલાક સંશોધનો સૂચવે છે કે, જો કોઈ ગર્ભવતી મહિલા ઇંડાનું સેવન કરે તો તે બાળકના મગજનો વિકાસ, શીખવાની ક્ષમતા તેમજ યાદશક્તિમાં સુધારો કરે છે.

મગજની પ્રવૃત્તિઓ કરો:
ઓમેગા 3 ફેટી એસિડ યુક્ત ખોરાક બાળકના માનસિક વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેતો હોય છે. આની માટે માછલી, સોયાબીન, બદામ, અખરોટ તથા ફ્લેક્સસીડ જેવી વસ્તુઓને આહારમાં સામેલ કરવી ખૂબ જ જરૂરી બનતી હોય છે.

સાથે જ શીખવાની કળા માતાના ગર્ભમાંથી જ શરૂ થતી હોય છે. આ જ કારણ છે કે, મહાભારતમાં અભિમન્યુએ માતાના ગર્ભમાં જ ચક્રવ્યુહને ભેદવાનું શીખી લીધું હતું. ગર્ભાવસ્થા વખતે જો માતા સર્જનાત્મક કાર્ય કરે, મગજની કસરત કરે, તર્ક, સુડોકુ વગેરે ઉકેલે તો બાળકનું મન ખૂબ જ તેજ બનતું હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…