ફુલ સ્પિડે ચાલતી ટ્રેન માંથી આ યુવકે એટલા ખતરનાક સ્ટંટ કર્યા કે, જોનારા મોઢામાં આંગળા નાખી ગયા

134
Published on: 10:46 am, Tue, 21 September 21

આજકાલના યુવાનો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે પોતાના જીવની પણ ચિંતા નથી કરતા. તેઓ ઘણી વાર એવી હરકતો કરી નાખતા હોય છે જેને જોઈને લોકો હેરાન પરેશાન થઈ જતા હોય છે. ઘણીવાર આવા લોકો પોતાના જીવના જોખમનો ખેલ પણ ખેલી નાખતા હોય છે. તાજેતરમાં જ આવો એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, બે શખ્સ સ્ટંટ મારતા ટ્રેનના દરવાજા પર લટકી રહ્યા છે. ત્યારબાદ ત્યાં જ લટકીને અલગ અલગ પ્રકારના સ્ટંટ કરતા દેખાય છે. તેમાંથી એક તો ક્યારેય વિજળીના થાંભલાને પણ ચાલૂ ટ્રેન પકડવાની કોશિશ કરે છે, તો વળી થોડીવારે ચાલૂ ટ્રેને જ પુલ પર દોડી વળી ટ્રેનમાં લટકી જાય છે. આ લોકોને જોતા તો એવું લાગે છે કે, આમને મરવાનો જરાંયે ડર નથી.

આ વીડિયો જોયા બાદ લોકો કહી રહ્યા છે કે, મિત્રો ભગવાને જીંદગી એક વાર આપી છે, તો તેને આવી રીતે ન જીવો. જણાવી દઈએ કે, આ વીડિયો જોયા બાદ જેટલા પણ લોકોએ કોમેન્ટ કરી છે, તે તમામ આને ખોટુ ગણાવી રહ્યા છે. આ પ્રકારના સ્ટંટ હંમેશા મોતને આમંત્રણ આપતા હોય છે.

તમને વિનંતી કરી રહ્યા છે કે, ક્યાંય પણ આવી રીતના સ્ટંટ કરવા જોઈએ નહીં. જીંદગી એકવાર મળી છે તો તેને સારી રીતે જીવો. જીંદગી ખૂબ જ અમૂલ્ય છે, તેને આવી રીતે બરબાદ ન કરો. ક્ષણભરનો આનંદ, આપણા પરિવારને કાયમ માટે દુ:ખનો દરિયો આપીને જાય છે. કેમ કે, આપણા એકની પાછળ કેટલાય લોકોની હસી ખુશી જોડાયેલી હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…