શું તમે જાણો છો સુતા પહેલા મોજામાં ડુંગળી રાખવાથી થઇ શકે છે આ અદ્ભુત ફાયદાઓ

Published on: 1:47 pm, Mon, 25 January 21

ડુંગળીમાં ઘણા ઓષધીય ગુણધર્મો હોય છે. જેથી શરીરના ઘણા રોગો દુર થઇ શકે છે. સામાન્ય રીતે ડુંગળી સલાડ વગેરેની જેમ ખાવામાં આવે છે પરંતુ તેનો બાહ્ય ઉપયોગ શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદગાર છે. તેથી આજે અમે તમને તેના બાહ્ય ઉપયોગ અને તેના ફાયદા વિશે જણાવીશું.

રાત્રે સૂતી વખતે ડુંગળીને મોજામાં રાખવાથી, શરીરના ઝેરને મળ-મૂત્રની મદદથી બહાર નીકળી જાય છે અને શરીરની આંતરિક સફાઇ થાય છે.

જ્યારે શરીરનું લોહી શુદ્ધ હોય છે, ત્યારે ઘણી બીમારીઓ થતી નથી અને ત્વચા પણ બરાબર રહે છે. તબીબી વિજ્ઞાનમાં એવું પણ કહેવામાં આવે છે કે, ડુંગળીમાં હાજર ફોસ્ફોરિક એસિડ લોહીની ધમનીઓમાં પ્રવેશ કરે છે અને લોહીને શુદ્ધ કરે છે.

જો કોઈને તાવ આવે છે, તો રાત્રે સૂતા પહેલા ડુંગળીનો ટુકડો મોજામાં નાખો, અને સવારે ઉઠતા જ તાવ ખૂબ હદ સુધી ઓછો થઈ જશે.

માનસિક તાણથી રાહત મળે છે. કારણ કે, પગમાં રહેલા શૂઝ મગજના એક્યુપ્રેશર પોઇન્ટ ધરાવે છે અને આવી સ્થિતિમાં ડુંગળીને તે જગ્યાએ રાખવાથી મગજને ઠંડક મળે છે.