ખેડૂતો માટે ઘઉંની આ બે નવીનત્તમ જાત છે ખુબ જ નફાકારક, ઓછા પાણીએ થાય છે બમ્પર ઉત્પાદન- જાણો વિગતે

129
Published on: 9:27 pm, Sat, 13 November 21

હાલમાં દેશના ખેડૂતો અનેકવિધ પાકોની બમ્પર ખેતી કરતા થયા છે ત્યારે ખેડૂતો માટે હાલમાં ખેતીને લઈ ખુબ જ ફાયદાકારક જાણકારી લઈને આવ્યા છીએ. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્હીએ ઘઉં અનુસંધાન પરિષદ ઈન્દોર દ્વારા વિકસિત કરેલી ઘઉંની બે નવીનત્તમ જાતો HI-8823 (પુસા પ્રભાત) તેમજ HI-1636 (પુસા વકુલા)ને ખેડૂતો માટે રિલીઝ કરાઈ છે.

ઘઉંની આ બંને નવીનત્તમ જાતો આગામી વર્ષ સુધીમાં ખેડૂતો માટે ઉપલબ્ધ થશે. ઘઉંની આ બંને નવીનત્તમ જાતો ઉત્તમ ગુણવત્તાની છે. આ અંગે ICAR-ઘઉં સંશોધન કેન્દ્ર ઈન્દોરના વૈજ્ઞાનિક એકેસિંહ જણાવે છે કે, HI-8823 (પુસા પ્રભાત) ખુબ ઓછી સિંચાઈવાળી જાત છે.

વામન કદને લીધે તે બે થી ત્રણ સિંચાઈમાં જ પાકી જાય છે. જ્યારે શિયાળામાં પડે છે ત્યારે તે વધારાના પાણીનો લાભ લે છે તેમજ જમીન પર પડવાથી બચી જાય છે. આ જાત વહેલી વાવણી માટે ઉત્તમ છે. જેમાં પોષક તત્વો ઝીંક, આયર્ન, કોપર, વિટામીન A તેમજ પ્રોટીનની પૂરતી માત્રા હોવાને લીધે પોષણની દ્રષ્ટિએ પણ ખુબ મહત્વપૂર્ણ છે.

દુષ્કાળ અને ગરમી સહન કરવામાં સક્ષમ:
HI-8823ની ખાસિયત તો એ છે કે, તે દુષ્કાળ તેમજ ગરમીનો સામનો કરવા માટે સક્ષમ છે. તેમની બુટ્ટી સમયસર પાકી જાય છે. જેની પાકતી મુદત ફક્ત 138 દિવસ સુધીની જ હોય છે. આની સાથે જ આને ફક્ત 2 સિંચાઈના લાંબા અંતરાલ (દોઢ મહિના)માં પકાવી શકાય છે.

ઉત્પાદન પણ પ્રતિ હેક્ટર 40-42 ક્વિન્ટલ મળી રહે છે. કોઈપણ જીવ-જંતુઓ તેમજ રોગો નથી લાગતા. દાણા મોટા તેમજ ભૂરા-પીળા રંગના હોય છે. આ જાત મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, રાજસ્થાનમાં આવેલ કોટા, ઉદયપુર વિભાગ માટે બહાર પાડવામાં આવી છે.

HI -1636 (પૂસા વકુલા) વધુ પાણીવાળી જાત:
ઘઉંની આ જાત HI-1636 (પુસા વાકુલા) વધારે પાણીવાળી જાત છે કે, જેની શિયાળામાં જ વાવણી કરવી જોઈએ. આની સાથે જ આને 7 નવેમ્બરથી લઈને 25 નવેમ્બર વચ્ચે વાવવું જોઈએ. આ જાતમાં 4-5 સિંચાઈની જરૂર પડે છે. જયારે શરબતી તથા ચંદૌસીની જેમ આ રોટલી માટે એક ખુબ શાનદાર જાત છે કે, જે પોષક તત્વો આયર્ન, કોપર, ઝિંક, પ્રોટીનથી સમૃદ્ધ છે.

જેથી આને જૂની પ્રજાતિ લોકવન તેમજ સોનાના નવા વિકલ્પ તરીકે ગણી શકાય. આ જાત ફક્ત 118 દિવસમાં પાકિ જતી હોય છે. જયારે ઉત્પાદન 60-65 ક્વિન્ટલ/હેક્ટર મળી રહે છે. આની ખેતી મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, રાજસ્થાનમાં આવેલ કોટા, ઉદયપુર માટે આ જાતની ભલામણ કરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…