રાવણે પોતાના મૃત્યુ સમયે કહેલી આ ત્રણ વાતો આજે પણ સત્ય સાબિત થઇ રહી છે, જાણો શું કહે છે શાસ્ત્રો?

212
Published on: 3:32 pm, Wed, 1 December 21

પુરાણોની ઘણી વાતો એવી છે જે આજે કળિયુગમાં સાચી થઈ રહી છે. આવી જ ત્રણ વાતો જે રાવણે તેના મૃત્યુ સમયે લક્ષ્મણ ને કહી હતી, જે આજના કળિયુગમાં સત્ય સાબિત થઇ રહી છે. રામાયણના રચયિતા વાલ્મિકી, રાવણની વાતો કરતાં જણાવે છે કે મહાજ્ઞાની વિદ્વાન પંડિત અને શાસ્ત્રોના જાણકાર હતા. સાથોસાથ જ્યોતિષ અને સંગીત વિદ્યા ના પણ જાણનારા હતા. ભગવાન શ્રી મહાદેવના પણ સૌથી શ્રેષ્ઠ ભક્ત બીજું કોઈ નહીં પરંતુ આજે પણ લોકો રાવણને જ માની રહ્યા છે. આ જ કારણે ભગવાન શ્રીરામે યુદ્ધમાં જતા પહેલા મહાદેવની પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા.

જ્યારે યુદ્ધમાં રાવણ તેના જીવનના અંતિમ શ્વાસ લઇ રહ્યા હતા ત્યારે ભગવાન શ્રીરામે તેમના નાનાભાઈ લક્ષ્મણને રાવણ પાસે જઈને જ્ઞાન લેવા કહ્યું હતું. નીતિ શાસ્ત્ર પ્રમાણે અંતિમ સમયે રાવણે પહેલા ત્રણ વચ્ચેનો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આટલું જ નહીં પરંતુ હાલના સમયમાં પણ રાવણે કહેલા આ ત્રણ વચનો સત્ય સાબિત થઈ રહ્યા છે. રાવણને કહેલી આ ત્રણ વાતોમાં તેમના જીવનનો સંપૂર્ણ જ્ઞાન છુપાયું હતું.

રાવણના અંતિમ સમયમાં, ભગવાન શ્રીરામે નાના ભાઈ લક્ષ્મણને કહ્યું હતું કે, સંસારના સૌથી મોટા રાજનીતિ, શક્તિ અને નીતિના મહાન વિદ્વાન એવા રાવણ પાસેથી એવી વાતો જાણો કે, જે કોઈ દિવસ બીજા પાસેથી પ્રાપ્ત ન કરી શકે. મોટા ભાઈની આજ્ઞાનું પાલન કરીને લક્ષ્મણજી રાવણ પાસે પહોંચ્યા હતા.

રાવણ પોતાના અંતિમ સમયમાં લક્ષ્મણજીને જણાવેલી ત્રણ વાતો આજે પણ સત્ય સાબિત થઇ રહી છે. રાવણે જણાવેલા પણ વાતોમાં ની એક વાત એ છે કે, કોઈપણ શુભ કાર્ય ને બને એટલું જલ્દી કરવું જોઈએ અને કોઈ પણ અશુભ કાર્યને ક્યારે ન કરવું જોઈએ. ટૂંકમાં કહીએ તો રાવણે પહેલી વાત જણાવતા કહી હતી કે, શુભ કાર્ય કરવામાં ક્યારેય મોઢું ન કરવું જોઈએ, બને તેટલું જલ્દી પુરુ કરવુ જોઈએ.

છેલ્લા શ્વાસ લેતા-લેતા રાવણ જણાવતા કહે છે કે ,હું સાધુના વેશમાં ભગવાન શ્રીરામને ઓળખી શક્યો. અહમના કારણે તેમના શરણોમાં આવતા ખૂબ જ મોડું થઈ ગયું હતું. મારી આ ભૂલના કારણે, અત્યારે મોતનો સામનો કરવો પડી રહ્યો છે. રાવણ વધુમાં કહેતા જણાવે છે કે, જો મેં આ શુભ કાર્ય અને ધાર્યું હોત તો અત્યારે છે તેવી હાલત ન થઈ હોત.

પોતાના જીવનનું સૌથી મોટું રહસ્ય અને પોતાના છેલ્લા શબ્દો જણાવતા રાવણ કહે છે કે, ક્યારેય પણ પોતાની ગુપ્ત વાતો કોઈ બીજે ઠેકાણે ન કરવી જોઈએ. આ સાથે જ મનુષ્યને ધ્યાનમાં લઈને રાવણે જણાવતાં કહ્યું હતું કે, મનુષ્યની સૌથી મોટી કમજોરી એ જ છે કે, પોતાના જીવનના અગત્યના રહસ્યો બીજા લોકોને સહેલાઈથી જણાવી દે છે, અને ભવિષ્યમાં પોતાને જ આ વાતનો પસ્તાવો થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…