આજ રોજ અમે તમારા માટે જે વિષય લાવ્યા છીએ તે અથાણું ખાવાવાળા માટે જ છે. જો તમે અથાણું ખાવાનાં શોખીન હોવ તો જરા ધ્યાન રાખજો. અથાણું ખાવું બધા લોકોને બહુ ગમે છે કેમ ન ગમે કેમ કે બને છે એટલા બધા અથાણાને જોઇને જ તરત ખાવાનું મન થઇ જાય છે તેમજ અથાણું ખાવાથી સ્વાદ વધી જાય છે. કેટલાક લોકો એટલા બધા અથાણાનાં શોખીન હોય છે કે, બધી વસ્તુની સાથે અથાણું ખાય છે ભલે દિવસ હોય અથવા રાત શાકની જગ્યાએ અથાણું બહુ ખાય છે. શું તમને ખબર છે કે, વધારે અથાણું ખાવું આપણા આરોગ્ય માટે નુકશાનકારક છે. આવું એટલે થાય છે કે, અથાણું બનાવતી વખતે વધારે મસાલાનો ઉપયોગ થાય છે જે આપણા સ્વાસ્થ્ય માટે બહુ જ ખતરનાક પુરવાર થઇ શકે છે.
કારણ કે, અથાણાને ઘણા લાંબા સમય સુધી સાચવવામાં આવે છે તેમજ તેનાં માટે વધારે પ્રમાણમાં મીઠું, સરસીયું તેલ તેમજ સોડીયમનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે જે આપણા સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર કરે છે. અથાણું ભલે આપણા ખોરાકને સ્વાદિષ્ઠ બનાવે છે પરંતુ તમે તેનાં નુકશાન અંગે સાંભળશો તો ચકિત થઇ જશો. હકીકતમાં અથાણું માત્ર થોડી માત્રામાં જ રોજિંદા વાનગીઓની સાથે લેવા માટે હોય છે પરંતુ આપણે શાકની જગ્યા એ જ ખાઈએ છીએ.
તો ચાલો જાણીએ અથાણું ખાવાથી આપણા સ્વાસ્થ્ય શું શું નુકશાન થાય છે:
ડાયાબીટીસ રોગીઓ અને મધુમેહ રોગીઓ માટે અથાણું સ્વાસ્થ્ય માટે સારું નથી. અથાણું બનાવતી વખતે જે ખાંડ નાખવામાં આવે છે તે ડાયાબીટીસનાં દર્દીઓની માટે હાનીકારક છે તેમજ તેમનું શુગર લેવલ વધે છે. આથી ડાયાબીટીસ દર્દીઓએ અથાણું ખાવું ન જોઈએ.
પાચનને લગતી સમસ્યા: જો આપણે અથાણું વધારે ખાઈએ તો તેનાંથી આપણને પાચનને લગતી ઘણી સમસ્યાઓ થાય છે. જેમ કે, પેટનો દુઃખાવો, પેટ ફૂલવું વગેરે પેટને લગતી સમસ્યાઓ થાય છે તેમજ ખોરાકનું બરોબર પાચન થતું નથી. અનેક વખત ડાયરિયા રોગ પણ થાય છે.
કેન્સર : વધારે અથાણું ખાવાથી અનેક વખત કેન્સર જેવી મુશ્કેલી પણ ઉભી થાય છે. એનાંથી ગેસ્ટ્રીક કેન્સર થવાની શક્યતા વધારે રહે છે.
હાઈબ્લડપ્રેશર : અથાણું વધારે ખાવાથી બ્લડ પ્રેશર હાઈ થાય છે. કારણ કે, અથાણામાં તેલ, તેમજ સોડિયમનું પ્રમાણ વધુ હોય છે.
સોજો આવવો : અથાણાને સાચવીને રાખવા સરસીયું અથવા સોડીયમનો વધારે ઉપયોગ થાય છે તેનાંથી આપણા શરીર ઉપર સોજો આવે છે તેમજ આપણને અનેક રોગો લાગુ પડે છે.
આતરડાનું કેન્સર: દરરોજ અથાણું ખાવાથી આતરડાનું અલ્સર થવાની શક્યતા વધે છે.
કોલેસ્ટ્રોલની સમસ્યા : વધારે અથાણું ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધે છે. તેમજ ત્યાર બાદ કોલેસ્ટ્રોલનો ભય ખુબ વધે છે તેનાંથી હાર્ટની મુશ્કેલી વધારે ઉભી થાય છે.
ગળું ખરાબ તેમજ દુઃખાવો : અથાણું ખાવાથી ગળાને લગતા રોગો થાય છે તેથી ગળામાં દુઃખાવો તેમજ સોજાની મુશ્કેલી થાય છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…