રાજ્ય સરકારની મોટી જાહેરાત- આ તારીખથી 25 રૂપિયા સસ્તું થશે પેટ્રોલ અને ડીઝલ

542
Published on: 4:44 pm, Wed, 29 December 21

હાલમાં ઝારખંડની હેમંત સોરેન સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. નવા વર્ષમાં રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ 25 રૂપિયા સસ્તું થશે. સરકારના બે વર્ષ પૂરા થવા પર સીએમ હેમંત સોરેન દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવની અસર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પર પડી રહી છે. જોકે, આ સુવિધા માત્ર BPL કાર્ડ ધારકો માટે છે. મુખ્યમંત્રી હેમંત સોરેને જણાવ્યું છે કે, 26 જાન્યુઆરીથી BPL કાર્ડ ધારકોને ઝારખંડમાં પેટ્રોલ અને ડીઝલ 25 રૂપિયા સસ્તું મળશે.

જણાવી દઈએ કે, ઝારખંડ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન પણ સતત પેટ્રોલ અને ડીઝલ પર વેટના દર ઘટાડવાની માંગ કરી રહ્યું હતું. આ ઉપરાંત, એસોસિએશન સરકાર પાસે પેટ્રોલ પર 5% વેટ ઘટાડવાની માંગ કરી રહી હતી. તેમનું કહેવું છે કે, જો સરકાર વેટનો દર 22%થી ઘટાડીને 17% કરે તો લોકોને મોટી રાહત મળશે. એસોસિએશને કહ્યું કે, પડોશી રાજ્યો ઝારખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓડિશામાં ડીઝલની કિંમત ઓછી છે. આવી સ્થિતિમાં ઝારખંડથી ચાલતા વાહનોને પડોશી રાજ્યોમાંથી ડીઝલ મળી રહ્યું છે. જેના કારણે તેમને નુકસાન થઈ રહ્યું છે.

એસોસિએશનના પ્રમુખ અશોક સિંહે કહ્યું કે, પેટ્રોલિયમ ડીલરોએ મુખ્યમંત્રી હેમંત સોરેનને પત્ર લખ્યો હતો અને નાણામંત્રીને પણ મળ્યા હતા. પરંતુ, આજદિન સુધી કોઈ કાળજી લેવામાં આવી નથી. આ અંગે અશોકે જણાવ્યું કે, નાણામંત્રીને મળ્યા બાદ તેમણે આ અંગે મેમોરેન્ડમ આપ્યું હતું. પરંતુ, તેમની માંગણીઓ પર વિચાર કરવામાં આવ્યો ન હતો. તેમણે જણાવ્યું હતું કે, ઝારખંડમાં 1350 પેટ્રોલ પંપ છે. જેની સાથે 2.50 લાખથી વધુ પરિવારોની આજીવિકા જોડાયેલી છે.

આ વર્ષની શરૂઆતથી જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારબાદ દિવાળીના અવસર પર કેન્દ્ર સરકાર દ્વારા લોકોને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં પાંચ અને દસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. કેન્દ્ર દ્વારા પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લીટર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…