ભૂલેચુકે પણ ન કરતા આટલી વસ્તુઓનું દાન, ઘરનો ઉંબરો નહિ ચડે માતા લક્ષ્મી- ખાલી રહેશે તિજોરી

129
Published on: 3:17 pm, Thu, 28 October 21

આપને જાણ હશે જ કે, સનાતન ધર્મમાં દાનને ખુબ મહત્વપૂર્ણ હોવાનું માનવામાં આવે છે. સાથે -સાથે જ વ્રત તહેવારનું ફળ ત્યારે જ મળતું હોય છે કે, જ્યારે તમે જરૂરિયાતમંદ લોકોને દાન કરો. આ સમયે દાનમાં શું આપવું જોઇએ તેમજ શું ન આપવું તેને લઇ શાસ્ત્રોમાં જણાવાયું છે. આજે જાણીએ કઇ વસ્તું દાનમાં આપવી જોઇએ અને કઇ વસ્તું દાનમાં ન આપવી.

સ્ટીલના વાસણ:
આપને જણાવી દઈએ કે, ક્યારેય પણ દાનમાં સ્ટીલના વાસણ આપવા જોઇએ નહીં. ખાસ કરીને તો ઉપયોગમાં લીધેલ વાસણો આપવા જોઇએ નહીં. આમ, કરવાથી ઘરની સુખ શાંતિનો વિનાશ થાય છે. કદાચ તમારે કોઇને આપવા છે તો નવા વાસણ લઇને આપો.

પ્લાસ્ટિકની વસ્તુઓ:
પ્લાસ્ટિકની વસ્તુઓનું દાન કરવાથી વ્યાપાર પર ખુબ ખરાબ અસર પડતી હોય છે. આની માટે ક્યારેય પણ પ્લાસ્ટિકની વસ્તુઓ દાન કરવું જોઇએ નહીં. સાથે જ ક્યારેય પણ શાર્પ વસ્તુઓ જેમ કે છરી, ચપ્પા દાનમાં આપવી જોઇએ. જેનાથી પરિવારમાં ઝઘડા થાય છે.

સાવરણી:
ઝાડુનું દાન કરવાથી ગરીબી ઘરમાં પ્રવેશ કરતી હોય છે. ક્યારેય પણ કોઇને સાવરણી ભેટમાં ન કરવી જોઇએ. જો તમારી સાવરણી ખરાબ થઇ ગઇ છે તો તેને ફેંકી દેવી જોઈએ. એવી કોઇપણ ચીજ કે, જે ખાવા લાયક નથી તો તેવી ભોજનની વસ્તુ કોઇને ક્યારેય પણ ન આપવી જોઇએ. હંમેશા તાજી તેમજ ખુબ સારી વસ્તુઓ જ દાનમાં આપવી જોઇએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…