રાજ્યનાં હવામાનમાં આવશે મોટો પલટાવ, લો-પ્રેશર સક્રિય થતા આ વિસ્તારોમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ

Published on: 6:43 pm, Thu, 2 September 21

હાલમાં સામે આવી રહેલ જાણકારી પ્રમાણે બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થઈ ચૂક્યું છે ત્યારે આવતી કાલ સુધીમાં મધ્ય ભારત સુધી પહોંચી જશે. ગુજરાતમાં આજ સાંજથી હવામાનમાં પલટો આવશે. આવતી કાલથી મુખ્ય વરસાદ રાઉન્ડ શરુ થશે. આ વરસાદ રાઉન્ડ 10-12 દિવસ સુધી ચાલે તેવી પૂરે પૂરી શકયતા રહેલી છે. 

ગુજરાત પર બનશે સિસ્ટમ? સાર્વત્રિક વરસાદ સંભાવના? 
બંગાળની ખાડીમાં સક્રિય થયેલ લો-પ્રેશર સિસ્ટમ ગુજરાત સુધી પહોંચશે. ગુજરાત પર 1 થી લઈને 5 સપ્ટેમ્બર દરમિયાન સમુદ્રથી લેવલ 1.5 કિમીથી 7.6 કિમી ની ઊંચાઈ એક usc તૈયાર થશે. જે રાજ્યમાં બે થી ત્રણ દિવસ સુધી છવાયેલુ રહેશે. જેને લીધે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના રહેલી છે.

આગાહીનાં દિવસોમાં ક્યાં-ક્યાં પડી શકે છે વરસાદ? 
આગાહીના દિવસોમાં સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં 75 મીમી થી લઈને 150 મીમી સુધીનો વરસાદ પણ પડી શકે છે. આ પ્રમાણેની આગાહી કરવામાં આવી છે.

રાજ્યનાં આ જિલ્લામાં છુટો-છવાયો તથા મધ્યમ વરસાદ વરસી શકે છે. કોઈ વિસ્તારો એવા હોય કે, જેમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડે પરંતુ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી લઈને હળવા વરસાદની સંભાવના રહેલી છે. આગાહીના દિવસોમાં હળવો વરસાદ 35 મિમી સુધીનો, મધ્યમ વરસાદ 75 મિમી સુધીનો તેમજ અતિ ભારે વરસાદ 125 મીમી સુધી પડી શકે છે.

લો-પ્રેશરને એન્ટી લો-પ્રેશર નબળું બનાવશે? 
બંગાળની ખાડીમાં સક્રિય થયેલ લો-પ્રેશર સિસ્ટમ ગુજરાત પાસે આવશે ત્યારે એક એન્ટી લો-પ્રેશર પણ તેમની સાથે તૈયાર હશે. જો એન્ટી લો-પ્રેશર મજબૂત હશે તો બંગાળના ખાડીના લો-પ્રેશરને મજબૂત ન થવા દે તેમજ જેવો હાલ વેધર ચાર્ટમાં વરસાદ જણાવ્યો છે તેવો વરસાદ નહીં પડે. જો કે, હાલમાં એન્ટી લો-પ્રેશરની અસર વધુ નહીં જોવા મળે તેવું જણાઈ રહ્યું છે.

હાલમાં બંગાળની ખાડીમાં સક્રિય થયેલ લો-પ્રેશર સિસ્ટમની અસર રાજ્યમાં 5 તારીખ સુધી જોવા મળશે. 5 તારીખ સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો તેમજ સારો વરસાદ પડી જાય તેવી સંભાવના રહેલી છે. જો કે, એક લો-પ્રેશર સિસ્ટમની અસર રાજ્યમાં પૂર્ણ ન થાય ત્યાં ફરીથી નવું મજબૂત લો-પ્રેશર 5 તારીખે બંગાળની ખાડીમાં બની શકે છે.

5 તારીખે બનતું લો-પ્રેશર હાલના લો-પ્રેશર કરતાં થોડું વધુ મજબૂત હોઈ શકે છે. જે લો-પ્રેશરને લીધે રાજ્યમાં 7 તારીખથી ફરીથી વરસાદનો રાઉન્ડ શરુ થઈ શકે છે. 8 તારીખથી લઈને 13-14 તારીખ સુધી રાજ્યમાં વરસાદનો રાઉન્ડ શરુ રહે તેવી શક્યતા રહેલી છે.

ગુજરાત હવામાન વિભાગે સપ્ટેમ્બર માસના સૌપ્રથમ સપ્તાહમાં ખુબ સારા વરસાદના સંજોગો જણાવ્યા છે. કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને લીધે સમગ્ર રાજ્યમાં ફરીથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. 30 અને 31 તારીખે દક્ષિણ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ પણ પડી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…