ગાય કરતા બકરીનું દૂધ પીવાથી થાય છે આ ચમત્કારી ફાયદાઓ, જડમૂળથી દુર કરે છે બીમારીઓ…

Published on: 3:54 pm, Fri, 21 May 21

આજ ના સમયમાં દરેક લોકો હંમેશા ગાય અને ભેંશના દૂધનું વધારે સેવન કરતા આવ્યા છે.જે આપણા સ્વાસ્થ્ય માટે  ફાયદાકારક પણ માનવામાં આવે છે. જો ગાયના દુધની વાત કરવામાં આવે તો તે પચવામાં ઘણું સરળ છે તેથી ઘણા લોકો વધારે પડતું તેનું સેવન કરતા હોય છે.આટલું જ નહિ પરંતુ તેમના કેટલાક એવા પણ ગુણધર્મો છે જે આપણા માટે ખુબ ફાયદાકારક હોઈ છે.

પરંતુ આજે તમને જણાવીએ કે, બકરીના દૂધનું સેવન કરવાથી પણ અનેક ફાયદા થાય છે.આ વાત ને ઘણાં ઓછા લોકો જાણતા હશે.એવું કહેવામાં આવે છે તેનું સેવન કરવાથી અનેક રોગોથી બચાવ થાય છે.હમણાં સુધી તો બધા ગાય અને ભેંસનું દૂધ પીતા હશે. પરંતુ થયેલ સંશોધન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે બકરીના દૂધમાં પ્રિબાયોટિક અને એન્ટી-ઇન્ફેક્શન ગુણધર્મો છે.

બકરી નું દુધ ખાસ કરીને નવજાત શિશુ માટે ખુબ ફાયદાકારક હોઈ છે. તેને જઠરાંત્રિય ચેપ સામે રક્ષણ આપે છે.અને જોખમી બેક્ટેરિયા સામે રક્ષણ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.આ ઉપરાંત બકરીના દૂધમાં કુદરતી રીતે આશરે 14 પ્રીબાયોટિક ઓલિગોસેકરાઇડ્સ હોય છે.જે એક મહિલાના સ્તન દૂધમાં પણ 5 આવા ગુણો મળી આવે છે. આ દુધમાં વધારે ચરબી હોતી નથી.

રીસર્ચ દ્વારા જયારે એવું કહેવામાં આવ્યું છે કે બકરીના દૂધમાં ગાયના દૂધ કરતા સેલેનિયમ,નિયાસિન અને વિટામિન એ વધુ હોય છે. આટલું જ નહિ પરંતુ બકરીનું દૂધ લોહના વધુ ઉપયોગમાં મદદ કરે છે.તો જાણો તેના અન્ય ફાયદાઓ વિશે…

શારીરક શક્તિમાં પણ વૃદ્ધિ આવે છે…
સબંધ દરમિયાન પાવર વધારવા માટે પણ બકરીનુ દૂધ ખુબ જ ફાયદાકારક છે. 5 થી 7 ખજૂરોને બકરીના દૂધમાં મિક્સ કરીને રાત્રે પલાળી લો, બીજા દિવસે સવારે આ દૂધની સાથે ખજૂર પણ ખાઇ લો. આમ કરવાથી યૌન શક્તિમાં સુધારો આવશે અને પાવરમાં પણ વધારો આવશે.

હાડકાં મજબૂત કરે…
આ ઉપરાંત જોવામાં આવે તો લોકો ને કેલ્શિયમના અભાવને કારણે શરીરના હાડકાં વધારે નબળા પડતા જોવા મળે છે.પરંતુ જો બકરીનું દૂધ પીવામાં આવે તો કેલ્શિયમની ઉણપ ઓછી થાય છે.આ સાથે હાડકાં પણ વધારે મજબૂત બને છે.કારણ કે આ દૂધમાં વધારે કેલ્શિયમ મળી રહે છે.માટે આનું સેવન જરૂર કરવું જોઈએ.

બ્લડ પ્રેશર ઓછું કરે અને હદયના રોગો દૂર કરે…
રીસર્ચ દ્વારા કહેવામાં આવ્યું છે કે, બકરીનું દૂધ પીતા વ્યક્તિનું બ્લડ પ્રેશર ઘણું નિયંત્રિતમાં રહે છે.કારણ કે બકરીના દૂધમાં પોટેશિયમનું પ્રમાણ ખૂબ વધારે હોય છે જે બ્લડ પ્રેશરને વધુ કે ઓછા થવામાં રોકે છે.આ સિવાય બકરીના દૂધમાં સેલેનિયમ નામનું મિનરલ જોવા મળે છે.જે હૃદયરોગમાં રક્ષણ આપે છે.માટે તમારે આનું સેવન કરવું જોઈએ.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે…
આ બકરી ના દૂધ વિશે વધુ કહીએ તો, શરીરની રોગપ્રતિકારક શક્તિ જેટલી વધારે હશે તેમ ચેપ ઓછા લાગે છે.અને અને ઘણા રોગો સામે રક્ષણ પણ મળી રહે છે. આ કામ બકરીનું દૂધ કરે છે.ખાસ કરીને ઘણા ડોકટરો બાળકોને બકરીનું દૂધ આપવાની ભલામણ કરે છે.આ દૂધમાં મોટી માત્રામાં સેલેનિયમ મિલર હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

ત્વચા સુંદર કરે છે…
તમે આ વાતથી અજાણ હશો કે, બકરીના દૂધમાં પીએચ સ્તર હોય છે ત્વચા માટે ઘણું ઉપયોગી માનવામાં આવે છે.આ ઉપરાંત જે લોકોની ત્વચા પર વધારે કરચલીઓ છે તેનો ઘટાડો પણ આના દુધના સેવનથી કરી શકાય છે.સાથે સાથે ત્વચા પર રહેલા કેટલાક ડાઘ પણ ઓછા થાય છે.