આ છે ડુંગળીની શ્રેષ્ઠત્તમ જાત, મબલખ ઉત્પાદનની સાથે-સાથે ખેડૂતોને થશે અઢળક કમાણી

338
Published on: 11:17 am, Sat, 25 September 21

ગરમી હોય કે પછી ઠંડી એમ બધી જ ઋતુમાં ડુંગળીનો ઉપયોગ મોટાભાગના શાક બનાવવા માટે નિયમિતપણે કરવામાં આવતો હોય છે કે, જેથી જ ડુંગળીની માંગ બારેમાસ રહેતી હોય છે. ખેડૂતો ડુંગળીની ખરીફ તથા રવિ બંને સીઝનમાં ખેતી કરતા હોય છે.

જો વાવણી કરતી વખતે યોગ્ય જાતોની પસંદગી કરવામાં આવે તો ખેડૂતો ડુંગળીની ખેતીથી ખુબ સારો એવો નફો મેળવી શકે છે. બજારમાં ડુંગળીની કેટલીક જાતો હાલમાં પણ ઉપલબ્ધ છે પણ અમે આપને 5 સૌથી અદ્યતન જાતો અંગે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે બમ્પર ઉત્પાદન આપે છે.

પુસા રેડ:
ડુંગળીની આ જાતનો રંગ લાલ હોય છે કે, જેમાં ફક્ત 1 હેકટરમાં ઓછામાં ઓછી 200 થી 300 ક્વિન્ટલની ઉપજ થતી હોય છે. આની સાથ-સાથે સ્ટોરેજ માટે કોઈ ખાસ જગ્યાની જરૂર નથી, જેને ગમે ત્યાં રાખી શકાય છે. ડુંગળીનું વજન 70 થી 80 ગ્રામ સુધીનું હોય છે. પાક 120-125 દિવસમાં તૈયાર થઈ જાય છે.

પુસા રતનાર:
ડુંગળીની આ જાતનો આકાર સહેજ સપાટ તથા ગોળાકાર હોય છે. આ ઘેરા લાલ રંગ જાતની સાથે, ખેડૂતો હેક્ટર દીઠ 400 થી 500 ક્વિન્ટલ ડુંગળીનું ઉત્પાદન મેળવી શકાય છે. આની સાથ-સાથે જ આપને જણાવી દઈએ કે, આ પાક ફક્ત 125 દિવસમાં જ તૈયાર થઈ જતો હોય છે.

હિસાર 2:
આ જાતની ડુંગળી પણ ઘેરા લાલ તથા ભૂરા રંગની હોય છે. રોપણી કર્યા બાદ 175 દિવસમાં પાક તૈયાર થઈ જતો હોય છે. આની સૌથી ખાસ વાત એ છે કે, તેનો સ્વાદ તીખો હોતો નથી. જે પ્રતિ હેક્ટર 300 ક્વિન્ટલ સુધીની ઉપજ આપે છે.

પુસા વ્હાઇટ ફ્લેટ:
તમે ઘણીવાર અથવા તો ક્યારેક બજારમાં સફેદ રંગની ડુંગળીની ખરીદી કરી હશે, તે આ જ જાત છે. રોપણી કર્યા બાદનાં 125 થી 130 દિવસમાં આ પાક તૈયાર થઈ જાય છે. સંગ્રહ ક્ષમતા ખુબ સારી છે. આની સાથે જ ઉપજ 325 થી 350 ક્વિન્ટલ સુધી પ્રતિ હેક્ટર મળી શકે છે.

અર્લી ગ્રેનો:
ડુંગળીની આ જાતનો રંગ ખુબ આછો પીળો હોય છે કે, જેનો ઉપયોગ સામાન્ય રીતે સલાડમાં કરવામાં આવતો હોય છે. રોપણી કર્યા બાદના 115-120 દિવસમાં પાક તૈયાર થઈ જતો હોય છે. હેક્ટર દીઠ 500 ક્વિન્ટલ સુધી ઉપજ મળી રહે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…