જીવનકાળ દરમ્યાન જાણ્યે-અજાણ્યે થતી આ 5 નાની એવી ભૂલો લગ્નજીવનમાં લાવી શકે છે વિલંબ- જાણો જલ્દી…

Published on: 11:31 am, Wed, 27 January 21

વાસ્તુ શાસ્ત્ર મુજબ, કેટલીક બાબતોનો તમારા જીવન પર સારો અને ખરાબ પ્રભાવ પડે છે. વાસ્તુ મુજબ નકારાત્મક અને સકારાત્મક ઉર્જા તમારા જીવનને ઘણી અસર કરે છે. લગ્નજીવનમાં વિલંબ માતા-પિતા માટે ચિંતાનું કારણ હોઈ શકે છે. વાસ્તુ મુજબ ઘરમાં કેટલીક વાસ્તુ ખામીને કારણે લગ્નમાં વિલંબ થઈ શકે છે. તેથી આવી મુશ્કેલીઓથી બચવા માટે, વાસ્તુ મુજબ કેટલીક બાબતો પર વિચાર કરવો જોઇએ. અહીં અમે તમને એવી 5 બાબતો જણાવી રહ્યા છીએ જે પરિવારમાં લગ્ન માટે લાયક છોકરા-છોકરીઓના લગ્નમાં વિલંબ લાવી શકે છે.

1. વાસ્તુ અનુસાર જો લગ્નમાં વિલંબ થાય છે, તો કાળજી લેવી કે દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં જળની ટાંકી ન રાખવી. વાસ્તુ મુજબ ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં જળની ટાંકી લગ્નમાં વિલંબ કરવી શકે છે.

2. જે છોકરીઓનાં લગ્નમાં વિલંબ થાય છે, તેમણે દક્ષિણ-પશ્ચિમ દિશામાં સૂવું જોઈએ નહીં. વાસ્તુ અનુસાર એવું કહેવામાં આવે છે કે, દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્ર સ્થિરતા આપે છે. તેથી આ દિશામાં સૂતી યુવતીઓના લગ્નમાં વિલંબ થાય છે.

3. વાસ્તુ મુજબ જે છોકરાઓના લગ્નમાં મોડું થાય છે તેના બેડરૂમને દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવા જોઈએ નહી.

4. વાસ્તુ મુજબ જે લોકો લગ્ન કરવા ઇચ્છે છે તેઓએ કોઈ પણ જાતની લોખંડની વસ્તુ પોતાની પથારીની નીચે ન રાખવી જોઈએ. વળી, તેઓએ કોઈપણ બિનઉપયોગી વસ્તુને તેમના પલંગની નીચે રાખવી જોઈએ નહીં.

5. ઘરની મધ્યમાં દાદર હોવા લગ્ન જીવનમાં વિલંબનું કારણ બની શકે છે. તેથી વાસ્તુ મુજબ ઘરનું કેન્દ્ર હંમેશા ખાલી રાખવું જોઈએ.