
માણસ પોતાના માટે પરિવાર માટે અથાગ મહેનત કરતો રહે છે. રાત-દિવસ એક કર્યા પછી જ્યારે કાર્યમાં નિષ્ફળતા મળે ત્યારે તે નાસીપાસ થઇ જાય છે. સપનાઓને પૂરા કરવા રાત દિવસની મહેનત ક્યારેક એળે જાય છે. કોઇ પણ મનુષ્યની ઇચ્છા હોય છે કે તે ધનવૈભવ અને સુખ સમૃદ્ધિથી પૂર્ણ તેનું જીવન જીવે.
ખુબ જ મહેનત કર્યા પછી જ્યારે સફળતા મળે નહીં ત્યારે સમજી લેવુ કે આપણી આસપાસ એવી કોઇ તો વાત છે જેને આપણે ખરા અર્થમાં બદલવાની જરૂર છે. તે સામાન્ય વાત છે. મહેનત પછી પણ હાથ ખાલી રહી જાય ત્યારે ખુબજ દુ:ખ થાય છે.
ક્યારેક ઘરમાં ધન ન ટકે તેની પાછળનું કારણ વાસ્તુદોષ હોય છે. તમે પણ જો આવી સમસ્યાથી પરેશાન હો તો એકવાર જરૂરથી વાસ્તુદોષ દૂર કરી લેજો. વાસ્તુશાસ્ત્ર અનુસાર વાસ્તુદોષ ને નિવારવા કેટલાક સચોટ ઉપાય દર્શાવવામાં આવ્યા છે.
ઉપાય
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના પાણીનો નિકાલ દક્ષિણ અને પશ્ચિમ દિશાથી જ થવો જોઇએ. સાચી દિશામાં જળનો નિકાલ આર્થિક સમસ્યાઓ દૂર કરે છે. કહેવાય છે કે આનાથી ધનમાં વૃદ્ધિની સાથે ખરચા ઓછા થવા લાગે છે. આનાથી તમારા ઘરમાં પાણીની જેમ પૈસા વહે છે. ઘરમાં તૂટેલો કાચ ન રાખશો આનાથી ખુબજ અશુભ થાય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમે જ્યાં પણ પૈસાની અલમારી કે તિજોરી રાખો છો તેનું મુખ ઉત્તર દિશામાં હોવું જોઇએ. નેગેટિવ એનર્જીનો વાસ થાય છે. આર્થિક ફટકો લાગે છે. ઘરમાં બાથરૂમમાં નળમાંથી પાણી ટપક્યા કરતુ હોય છે અને આપણે તેના પર ધ્યાન નથી આપતા ટપકતો નળ અશુભ કહેવાય છે.
એવું કહેવામાં આવે છે કે ઘરમાં ૐ નિશાની રાખવાથી વાસ્તુની ખામી દૂર થાય છે અને ઘરના સભ્યોમાં પ્રેમ વધે છે. આનાથી ઘરમાં સુખ આવે છે અને આર્થિક લાભ પણ થાય છે. એવું કહેવામાં આવે છે કે ઘરમાં કળશ રાખવો ખૂબ જ શુભ છે.
ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં સ્વસ્તિક ચિહ્ન હોવું જરૂરી છે. એવું કહેવામાં આવે છે કે જ્યાં સ્વસ્તિક નિશાની હોય તે ઘરમાં નકારાત્મક એનર્જી આવતી નથી.