ગુજરાતમાં હજુ આટલાં દિવસ પડશે કાળઝાળ ગરમી, આ 5 શહેરોમાં તો તાપમાન 42 ડીગ્રીને પાર રહેશે 

377
Published on: 5:49 pm, Mon, 16 May 22

બે-ત્રણ દિવસ પહેલાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. હવે ફરી પાછી ખુબ જ ગરમી અને બફારો થવા લાગ્યો છે. આ કાળઝાળ ગરમી ઓછી થવાનું નામ જ લેતી નથી. આ વચ્ચે હજુ પણ ગુજરાતની જનતાને ગરમીથી રાહત મળશે નહીં.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં હજુ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. હજુ 3 દિવસ સુધી ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે. ગરમીનો પારો દિવસેને દિવસે ઉંચકાઈ રહ્યો છે, તેમ તેમ લોકોની પરેશાનીમાં પણ વધારો થઈ રહ્યો છે. આવી કાળઝાળ ગરમીમાં લોકો ઠંડી ચીજ વસ્તુઓનું સેવન કરી રહ્યાં છે.

તો અમદાવાદમાં ભીષણ ગરમીથી બચવાનો લોકો પ્રયાસ કરી રહ્યાં છે. તાપમાનની વાત કરવામાં આવે તો રાજ્યમાં કંડલામાં તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચ્યું છે, તો અમદાવાદ અને રાજકોટમાં 43.7ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 43 જ્યારે ડીસામાં 42.4 ડિગ્રી તાપમાન, પાટણમાં 42.4 ડિગ્રી.

જ્યારે ભાવનગરમાં 41.5 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. રાજ્યના 5 શહેરોમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન હાલ નોંધાઇ રહ્યું છે. તમને જણાવી દઇએ કે, રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થતાં ઠંડક મેળવવા લોકોએ દમણ તરફ દોટ મૂકી છે જેને કારણે ગત 2 વર્ષથી ઠપ્પ થયેલા દમણ પ્રવાસનને વેગ મળ્યો છે,

ત્યારે ઉનાળુ વેકેશન શરૂ થતાં અમદાવાદ, વડોદરા, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ દમણની મુલાકાતે આવી રહ્યા છે અને ટાઢક મેળવી રહ્યાં છે. તો બીજી તરફ અમદાવાદમાં આગ જરતી ગરમીથી રાહત મેળવવા મનપાના સ્વિમિંગ પુલમાં લોકોનો ઘસારો જોવા મળ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…