
હવામાન વિભાગ દ્વારા અવારનવાર મધ્યમથી લઈને અતિભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવતી હોય છે. ગુજરાતમાં વરસાદ ખુબ પાછો ખેંચાતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઈ હતી પરંતુ હાલમાં છેલ્લા થોડા દિવસથી કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી ચુક્યો છે.
અકવ સમયમાં હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. આપને જણાવી દઈએ કે, ઓરિસ્સા લાગુ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે ત્યારે શરૂઆતની સ્થિતિમાં આ સિસ્ટમ ગ્લોબલ મોડેલ મુજબ મેદાન પર આવીને વેસ્ટ-નોર્થ બાજુ ગતિ કરીને છેક ઉત્તર મહારાષ્ટ્ર લાગુ દક્ષિણ-પૂર્વ ગુજરાત બાજુ પહોંચશે.
ત્યારપછી આ સિસ્ટમ નોર્થ-નોર્થ-વેસ્ટ બાજુ પ્રયાણ કરે એવું હાલમાં જણાઈ રહ્યું છે. સમગ્ર રાજ્યમાં સંભવિત વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ આવી રહ્યો છે. જેની શરૂઆત 8 સપ્ટેમ્બરથી પૂર્વ ગુજરાત તથા દક્ષિણ ગુજરાતથી થશે. આની સાથે જ 10 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં આ રાઉન્ડ આવી જશે.
વરસાદની માત્રાની બાબતે યુરોપિયન મોડલ તથા ગ્લોબલ મોડલમાં થોડો તફાવત જોવા મળી રહ્યો છે. આ પોસ્ટની શરૂઆતમાં યુરોપિયન મોડલ દ્વારા વરસાદની માત્રા દર્શાવતો નકશો દર્શાવાયો છે કે, જેમાં જોઈ શકાય છે કે, યુરોપીયન મોડેલ મુજબ દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ-પૂર્વ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડી શકે છે.
બીજા નંબરનો જે નકશો દર્શાવાયો છે તે, global મોડલનો છે. જેમાં જોઈ શકાય છે કે, સિસ્ટમનો ટ્રેક આ મોડલ કઈ રીતે દર્શાવી રહ્યું છે ? જો કે, આમાં પણ સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાત આમ તો સમગ્ર રાજ્યમાં વરસાદનો ખુબ સારો રાઉન્ડ આ મોડલ દર્શાવી રહ્યું છે.
આની સાથે જ 8-9 સપ્ટેમ્બર દરમિયાન 3.1 કિમીની ઊંચાઈએ બહોડુ સાયક્લોનિક સર્ક્યુલેશન સમગ્ર રાજ્યમાં છવાઈ જશે. આ સર્ક્યુલેશનનો દક્ષિણનો છેડો છેક અરેબિયન કન્ટ્રી સાઈડ સુધી ઝૂકેલો હશે. આ સ્થિતિને લીધે સમગ્ર રાજ્યમાં વરસાદી હવામાન જમાવટ કરતું જોવા મળશે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…