ચક્રવાત ધારણ કરેલા ‘શાહીન’ વાવાઝોડાને લઈને આવ્યા સૌથી મોટા રાહતના સમાચાર- જાણો જલ્દી

146
Published on: 4:28 pm, Thu, 30 September 21

શાહીન વાવાઝોડાને કારણે સમગ્ર ગુજરાત પર સંકટના વાદળો ઘેરાયેલા છે. ત્યારે શાહીન વાવાઝોડાને કારણે સમગ્ર રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. સાથે જ રાજ્યના કેટલાય વિસ્તારોમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ પડવાને કારણે કેટલાય વિસ્તારમાં જળ બંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય છે. વાવાઝોડાની ગંભીર અસર હજુ પણ દેખાઈ રહી છે અને સાથે ખુબ જ ઝડપથી પવન ફૂંકાઈ રહ્યા છે અને એટલો જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

વરસાદને લઈને હવામાન વિભાગની મહત્વની પત્રકાર પરિષદ:
રાજ્યમાં ગુલાબ વાવાઝોડાની અસરની સાથે સાથે હવે શાહીન વાવાઝોડાએ દસ્તક દીધી છે ત્યારે આજે ફરી એક વાર હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મહત્વની જાણકારી આપવામાં આવી છે. હવામાન વિભાગનાં મનોરમા મોહંતિએ રાહતનાં સમાચાર આપતા કહ્યું છે કે, આગામી સમયમાં રાજ્યભરમાં ભારે વરસાદ પડશે. જેથી ગુજરાતીઓ સાવચેત રહેવું ખુબ જ જરૂરી છે.

માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગનું સુચન:
શાહીન વાવાઝોડાના લીધે કોઈ પણ પ્રકારની નુકસાની ન થાય તેના ભાગ રૂપે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટેની સુચના આપી દેવામાં આવી છે. સાથે સાથે દરિયા કાંઠાના તમામ વિસ્તારોમાં 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી:
શાહીન વાવાઝોડાની ભયંકર અસરને કારણે ભરૂચ, આણંદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જયારે નોર્થ ગુજરાતમાં સામાન્ય વરસાદ, કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદ પાડવાની સંભાવનાઓ છે. સાથે જ અમદાવાદ શહેરના શહેરી વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ, તેમજ સાણંદ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આજે અને આવતીકાલે બે દિવસ વાવાઝોડાની અસર રહેશે અને પરમ દિવસ બાદ વાવાઝોડાની અસર ઘટી જશે તે પ્રકારની શક્યતાઓ પણ સેવવામાં આવી છે.

વાવાઝોડાને લઈને સૌથી મોટા અને મહત્વના રાહતનાં સમાચાર:
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે સૌથી વધારે પવનની ગતિ સાથે 70થી 80 કિલોમીટર પ્રતિ કલાક સુધીની રહેશે જેના લીધે આગામી ત્રણથી ચાર દિવસ સુધી માછીમારોને દરિયામાં ન જવા માટેનો સુચના આપી દેવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગે સૌથી મોટા અને મહત્વના સમાચાર આપતા જણાવ્યું છે કે, વાવાઝોડાને લઈને ગુજરાતને કોઈ પ્રકારનું સંકટ કે ખતરો નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…