નાનકડી ઇજા હોય તો ડોક્ટર પાસે જવાની નથી જરૂર, રસોડામાં રહેલી આ વસ્તુઓ થી જ થશે દૂર

208
Published on: 7:10 pm, Thu, 29 July 21

તમને અથવા બાળકોને કંઈક કામ કરતી વખતે અથવા તો રમતી વખતે નાની-મોટી ઇજાઓ થતી હોય છે. ઉપરાંત મહિલાઓને રસોઈ બનાવતી વખતે દાઝી જવું જેવી સમસ્યાઓ થતી હોય છે. તે વખતે આપણે ઘાવ જોઈને ગભરાઈ જઈએ છીએ અને ડોકટર પાસે જઈએ છીએ. જોવા જઈએ તો કિચનમાં કામ કરતી મહિલાઓ ઘણી બધી વખત આવી નાની-મોટી ઇજાઓ ને આવગણે છે. આમ ન કરવું જોઈએ કારણ કે તે ઇજાઓમાંથી આપણને ઇન્ફેક્શન થઈ શકે છે.

આ ઇન્ફેક્શનથી બચવા ડોક્ટર પાસે જવાની જરૂર નથી.પરંતુ કેટલાક ઘરેલુ ઉપાય અજમાવીને તમે ઘાવ ને ઝડપથી સરખો કરી શકો છો અને ઇન્ફેક્શન થી પણ બચી શકો છો. મહત્વની વાત તો એ છે કે આ ઉપાયમાં વપરાશકાર બધી જ વસ્તુઓ તમારા રસોડામાં છે.

નાળિયેરનું તેલ
તમે ઘણો ની જગ્યા પર નારિયળનું તેલ લગાવી શકો છો. નારિયેળ ના તેલમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટીરિયલ ગુણઃ આવેલા હોય છે. જેના કારણે બીજા માં ખુબજ ઝડપી રાહત મળે છે. આ નારિયેળના તેલથી તમારા ઘાવ પર એક સ્થળ બની જાય છે. જેથી કરીને બહારના બેક્ટેરિયા ને અંદર જવાનો માર્ગ રહેતો નથી.

હળદર
હળદરનું સેવન તો ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. ઉપરાંત તેને ઘાવ ની જગ્યા પર લગાવવામાં આવે તો પણ તે અસર કરે છે.જો તમને કઈ ઇજા થઇ હોય અને લોહી સતત ફરતું રહે તો તમારે તરત જ તે જગ્યા પર હળદર નો લેપ લગાડી દેવો જેથી કરીને લોહી બહાર નીકળતું બંધ થઈ જશે.

મધ
મધમાં એન્ટ્રી માઇક્રોબાયલ અને એન્ટિ ફંગલ ગુણ આવેલા હોય છે. આ ગુણધર્મોને કારણે તમે ઇજા થયેલ ભાગ પર મધ લગાવી શકો છો. આમ કરવાથી ઇન્ફેક્શનના થવાના ચાન્સ ઘટી જાય છે.

એલોવેરા
લગભગ બધા જ ઘરોમાં એલોવેરા નો પ્લાન્ટ સરળતાથી મળી જશે. એલોવેરાના જેલનો ઉપયોગ તમે વાળ પર અથવા તો ઇજા થયેલ ભાગ પર કરી શકો છો. એલોવેરામાં સાયતોકેમિકલ્સ આવેલ હોય છે .જેના કારણે ઝડપથી મટે છે અને દુખાવો ઓછો થાય છે.