‘શાહીન’ વાવાઝોડાથી ગુજરાતને કેટલું નુકશાન? હવામાન વિભાગે આપી અતિ મહત્વની માહિતી

172
Published on: 4:16 pm, Thu, 30 September 21

હાલમાં “ગુલાબ” બાદ રાજ્ય પર “શાહીન” વાવાઝોડાનો ખતરો આવી રહ્યો છે. ત્યારે આ અંગે હવામાન વિભાગે એક રાહતના આ સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અરબ સાગરમાં સર્જાઈ રહેલા ‘શાહીન’ નામનું વાવાઝોડાની ગુજરાત પર કોઈ અસર નથી. કારણ કે, શાહીન વાવાઝોડું પાકિસ્તાન તરફ વળી જશે. પરંતુ, વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠે જોવા મળશે.

જાણવા મળ્યું છે કે, દરિયાકાંઠે પવનની ઝડપથી પ્રતિ કલાક 60ની રહેશે. ત્યારે માછીમારોને આગામી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવ્યુ છે. તો સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગુરૂવારે ભારેથી અતિભારે વરસાદ પણ વરસશે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે. આ ઉપરાંત, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સીઝનમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય કરતાં 13 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે ગુજરાત ઝોનમાં ફક્ત 3 ટકા જ વરસાદની ઘટ છે. આ ઘટ એકાદ-બે દિવસમાં પૂર્ણ થઈ જશે.

ડેમ એલર્ટ પર
હાલ જયારે ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્બારા સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 90 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 103 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે કચ્છમાં 94 ટકા, દક્ષિણ ગુજરાતમાં 90 ટકા અને મધ્ય ગુજરાતમાં 81 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અહી 71 ટકા વરસાદ ખાબક્યો છે.

ઝોન વાઈઝ ડેમમાં પાણીના જથ્થાની સ્થિતિની વાત કરીએ તો સૌરાષ્ટ્રના 141 ડેમમાં 82 ટકા પાણીનો જથ્થો છે. તો કચ્છના 20 ડેમમાં 30 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 35 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 87 ટકા પાણીનો જથ્થો છે. તેમજ દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 91 ટકા અને રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 63 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત હોવાનું જાણવા મળ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…