ભાઈના લગ્નમાં વધેલું જમવાનું ફેંકવાને બદલે બહેને કર્યું એવું કે, ચારેબાજુ થવા લાગ્યા ભરપેટ વખાણ

375
Published on: 2:15 pm, Thu, 9 December 21

હાલ ચારેબાજુ લગ્નની સિઝન જોરશોરથી ચાલી રહી છે. લોકો લગ્નમાં આંખ બંધ કરીને ખર્ચો કરતા હોય છે. પાંચસો રૂપિયાથી લઈને 1000-2000 રૂપિયાની થાળીઓ મહેમાનોને જમાડે છે. પરંતુ ઘણા લગ્નમાં તમે તમારી સગી આંખે જોયું હશે કે, જમવાનો કેટલો બગાડ થાય છે. છેવટે આ બધું જ કચરા માં જ જાય છે. પરંતુ હાલ એક લગ્નમાં દુલ્હનની બહેનના લોકો ભરપેટ વખાણ કરી રહ્યા છે.

હાલ દેશમાં કેટલાય લોકોને ભૂખ્યા જ સુવાનો વારો આવે છે. પરંતુ આ મહિલાની એક અનોખી પહેલે દરેકની આંખો ખોલી નાખી છે. આ મહિલાએ તેના ભાઈના લગ્નમાં વધેલું જમવાનું ફેંકી ન દેતા ગરીબો અને ભૂખ્યાઓને વેચ્યું હતું અને તેઓને ભરપેટ જમાડી આ કળિયુગમાં માનવતાનો દાખલો બેસાડ્યો હતો. મળતી માહિતી અનુસાર એક લગ્નમાં ધામધૂમથી ખર્ચો કરીને મહેમાનો માટે સારી વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ છેવટે ઘણું જમવાનું વધતા, દુલ્હનની બહેનને ગરીબ તથા જરૂરીયાત મંદ લોકોને ખવડાવવાનો નિર્ણય કર્યો હતો.

લગ્ન પૂરા થતાં જ મહિલા આ જમવાનું લઈને રેલવે સ્ટેશને પહોંચી હતી અને ત્યાં હાજર દરેક જરૂરિયાતમંદને ભરપેટ જમાડ્યું હતું. તમને જણાવી દઈએ કે આ બનાવ બે દિવસ પહેલાં જ બન્યો હતો. ખરેખર બહેના આ વિચારથી આજના લોકોમાં નવો પ્રકાશ પથરાયો છે. માનવતાના ધર્મે આજે દરેક લોકોએ આવી પહેલ શરૂ કરવી જોઇએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…