
સૂંઠ એટલે સુકાયેલા આદુંનો પાઉડર. સૂંઠનો પાવડર એેક ચમત્કારિક ઔષધી જેવો છે અને શિયાળામાં તો તેના ઘણાં જ ફાયદા હોય છે. સૂંઠ શરીરનાં પાચનતંત્રની ક્રિયાઓ સુધારે છે. તે મનુષ્યની જીવનશક્તિ અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. હૃદય, મસ્તિષ્ક, રક્ત, સમગ્ર પાચનતંત્રના રોગો, વાયુના રોગો, સાંધાના રોગો, મૂત્રપિંડ વગેરે ઘણી ક્રિયાઓ અને અંગો પર ઔષધરૂપે અનુકૂળ પ્રભાવ પડે છે. સૂંઠ ની તાસીર ગરમ હોય છે એટલા માટે તેનું સેવન ગરમી ની તુલનામાં ઠંડીમાં વધુ કરવામાં આવે છે. સૂંઠ નો વપરાશ પણ આ પ્રકારના ઘરેલુ દવાઓ બનાવવામાં અથવા તો ભોજનમાં સ્વાદ માટે કરવામાં આવે છે.
આદુ તો તમે બધા જાણતા જ હશો અને સૂંઠ આદુ નો જ રૂપ હોય છે એટલે કે સુકાયેલી આદુ જેને સૂંઠ નામથી ઓળખવામાં આવે છે. સૂંઠ ની તાસીર ગરમ હોય છે એટલા માટે તેમનું સેવન ગરમી ની જગ્યાએ ઠંડીમાં વધુ કરવામાં આવે છે. સૂંઠ નો વપરાશ ઘણા પ્રકારના ઘરેલુ દવા અથવા તો ભોજનમાં અલગ-અલગ સ્વાદ માટે કરવામાં આવે છે. સૂંઠનો ઉપયોગ મોટાભાગે ઘરેલૂ દવા અથવા ખાવામાં કરવામાં આવે છે. આયુર્વેદમાં સૂંઠને વિશ્વભૈષજની ઉપમા આપવામાં આવી છે. આપણે ત્યાં બે બળવાનો વચ્ચે લડાઈ થાય ત્યારે કોની માએ સવાશેર સૂંઠ ખાધી છે? તેવો પડકાર ફેંકવામાં આવે છે. પણ કોની માએ વિટામીનની ગોળીઓ ખાધી છે? તેવો પડકાર ક્યારેય ફેંકવામાં આવતો નથી. તેનું કારણ એ છે કે જે સ્ત્રી સૂવાવડ બાદ સૂંઠનું સેવન કરે તેનું દૂધ પીનારું બાળક બળવાન બને છે.
ચરકસંહિતામાં લખ્યું છે કે સૂંઠ રૂચિ કરનાર, દીપન અને મૈથુનશક્તિ વધારવા માટે શ્રેષ્ઠ છે. ભાવપ્રકાશમાં લખ્યું છે કે સૂંઠ આમ વાત (સાંધાના દુ:ખાવા)ને મટાડે છે. સુશ્રુતસંહિતામાં લખ્યું છે કે સૂંઠ કફ તથા વાયુને હરનાર, વીર્યને વધારનાર અને જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારી છે. વૈદ્યરાજ પ્રભાશંકર બાપાના કહેવા મુજબ સૂંઠ, ગળો, આમળાં અને હરડે એ આયુર્વેદનાં ચાર અમૃતો છે.
નીચે જણાવેલ 12 રોગો માટે જરૂરી છે સુંઠ
એક શોધ ના પ્રમાણે આદુ મલેરિયા જેવી સમસ્યાઓ સાથે શરદી ઉધરસ માં પણ રાહત આપવાનું કામ કરી શકે છે એટલા માટે માનવામાં આવે છે કે સૂંઠ નો પ્રયોગ કરીને ઉધરસમાં થી રાહત મેળવી શકાય છે.
જો તમે રોજ પેટ સંબંધિત બીમારીઓ એટલે કે ગેસ અપચા થી પરેશાન રહો છો તો એવામાં આદુ અથવા તો સુંઠ નું સેવન કરવું લાભદાયક રહેશે. સૂંઠ હિંગ અને સંચળ મેળવી ને લેવાથી ગેસ ની સમસ્યા થી લાભ થાય છે.
સૂંઠ અને જાયફળને પીસીને તલના તેલમાં નાખી નેસાંધા ઉપર લગાવવાથી આરામ મળી શકે છે. તેમના સિવાય ઉકાળેલું પાણી ની સાથે મધ અને આદુનો પાવડર પીવાથી ગઠિયામાં લાભ થાય છે.
તે પાચનક્રિયાને દુરસ્ત કરી વજન ઓછું કરવામાં મદદ કરે છે તેમના સિવાય તે રક્તમાં રહેલ શર્કરા નિયંત્રણ કરી પાચન સક્રિય કરે છે.
સૂંઠને દૂધમાં ઉકાળીને ઠંડા કરીને પીવાથી હીચકી આવવાનું બંધ થઇ જાય છે. હાડકામાં દુખાવો થવા પર પાણીમાં ઉકાળીને ઠંડુ કરીને દિવસમાં ઓછામાં ઓછું ૪ વાર પીવાથી લાભ થાય છે.
સૂંઠ નું સેવન કરવાથી માથાનો દુખાવો ના સિવાય માઈગ્રેશન ના કારણે થતું દુખાવામાંથી રાહત મળે છે. સુકાયેલી આદુ અને પાણી નો લેપ બનાવીને લગાવવાથી આરામ મળે છે તેને સૂંઘવાથી છીક આવવા પર માથાના દુખાવામાંથી રાહત મળે છે.
સૂંઠ નાંખીને પાણીને ઉકાળીને ઠંડુ થયા બાદ પીવાથી જુની શરદી ગાયબ થઇ જાય છે.
શરીરમાં કોઇપણ પ્રકારનો દુખાવો થતો હોય તો સૂંઠ અને હિંગનો પાવડર ગરમ પાણીની સાથે પીવાથી લાભ થાય છે.
એક ચમચી સૂંઠનું ચૂર્ણની સાથે બે ચમચી ગોળ અને ત્રણ ચમચી ગાયનું ઘી સવાર-સાંજ જમતા પહેલાં લેવામાં આવે તો કાનમાં અવાજ આવવો, મગજ ખાલી લાગવું, ચક્કર, શરીરનાં અંગો જકડાઈ જવાં, હાથ-પગનો કંપ, મંદાગ્નિ, અરુચિ અને ગર્ભાશયના દોષો દૂર થાય છે.
જેમને ભૂખ ન લાગતી હોય તેવી વ્યક્તિઓએ પ્રાતઃકાળે નરણાકોઠે 15 ગ્રામ સૂંઠ+10 ગ્રામ અજમો ચૂર્ણ બે ચમચી જેટલા ગોળમાં લેવું જોઈએ.
સૂંઠના ભૂક્કામાં ખડીસાકર તથા વરિયાળી ભેળવી સેવન કરવાથી અપચાથી છૂટકારો મળશે.
સૂંઠને પાણીમાં ઘસી માથા પર લગાવવાથી આધાશીશી દૂર થાય છે. સતત ઉધરસથી રાહત પામવા મધમાં સૂંઠનો ભૂક્કો ભેળવી ખાવું.