
શિવાલય એટલે એક એવી જગ્યા કે, જ્યાં જીવ તથા શિવનું મિલન થતું હોય છે. દેશનું સૌપ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાતના પ્રભાસ પાટણ જીલ્લાના સોમનાથમાં આવેલું છે કે, જ્યાં શિવભક્તોની અખૂટ આસ્થા રહેલી છે પણ દક્ષિણના કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં સોમનાથ દાદાનું અનોખું મંદિર છે.
અહીં પણ ખુબ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. વર્ષ 1967માં નિર્માણ પામેલ મંદિરની વર્ષ 1970માં અસંખ્ય નાના-નાના કાચના ટુકડાઓ લગાવીને અદભૂત સજાવટ કરવામાં આવી હતી. હાલમાં જયારે શ્રાવણ માસમાં ઔદ્યોગિક નગર દમણમાં કોરોના ગાઇડલાઇનનાં પાલનની સાથે ભક્તો આવી રહ્યા છે ત્યારે ભક્તો અહીં દેવાધિદેવ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે.
દમણમાં આવેલ સોમનાથ મંદિરમાં ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે આવતા હોય છે. આ મંદિર 1967 માં બનાવવામાં આવ્યું હતું પણ એ સમયે આ મંદિરમાં સજાવટ કરવામાં આવી ન હતી. જયારે 1970 માં જીર્ણોદ્વાર કરવામાં આવ્યો હતો.
નાના કાચના અસંખ્ય ટુકડા લગાવીને તેની ડિઝાઈન કરવામાં આવી હતી. મંદિરમાં કાચના ટુકડાઓથી ભગવાનની આકૃતિઓનો અદભૂત નજારો તેમજ સુંદર કારીગરી કરવામાં આવી છે. અહી દમણના સોમનાથ મંદિરમાં જોવા માટે લોકો દૂર-દૂરથી લોકો આવતા હોય છે તેમજ અહી આવતા ભક્તો ખૂબ જ ખુશખુશાલ થઈ જતા હોય છે.
1592 માં પોર્ટુગીઝના જનરલના હુકમથી પાટણમાં હુમલો કરીને 1559 માં દમણ પર કબજો કર્યો હતો ત્યારે અહી ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ હતો પણ આ સ્વયંભૂ શિવલિંગ સોમનાથના મંદિરમાં છે, તેની પૂજા અર્ચના કરીને લાખો લોકો પોતાની જાતને ધન્યતા અનુભવે છે.
ખૂબ જ શ્રદ્ધાથી મંદિર લોકો માનતા માંગતા હોય છે તેમજ અહી માનવામાં આવેલ માનતા પૂર્ણ થાય છે તેવું અહી દર્શન કરવા આવતા લોકોનું માનવું છે. આં મંદિર બન્યા બાદ 1971 માં દમણમાં ખુબ મોટા પાયે ઔદ્યોગિક એકમોની શરૂઆત થઈ હતી.
અહી ખુબ મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો આવ્યા છે. હાલમાં આં મંદિરે દર્શન કરવા માટે આવતા લોકોને કોવિડની ગાઈડલાઇનનું પાલન કરાવીને જ પ્રવેશ આપવામાં આવે છે. ત્યારપછી ભગવાન શિવજીના દર્શન તેમજ જળાભિષેક કરવામાં આવે છે. દમણમાં ખૂબ મોટી સંખ્યામાં ઓદ્યોગિક એકમ આવેલ હોવાને લીધે અહી પરપ્રાંતિય લોકોની વસતી વધારે રહેલી છે કે, જેને કારણે આ લોકોમાં સોમનાથ મંદિર ખૂબ જ પ્રખ્યાત બન્યું છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…