
સોશિયલ મીડિયા પર અનેક વીડિયો રોજે વાયરલ થતા હોય છે ત્યારે વધુ એક વાયરલ વીડિયો સામે આવ્યો છે. જેમાં મધ્યપ્રદેશના રતલામના એક શિવ મંદિરમાંથી બે ચોરો ભગવાન શિવના નાગ અને જલધારીની ચોરી કરતા નજરે ચડ્યા છે. આ ઘટના ગયા અઠવાડિયે બની હતી. સમગ્ર ઘટના માનુનીયા ગામના માનુનીયા મહાદેવ મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
વીડિયોમાં તમે વે વ્યક્તિને જોઈ શકો છો જેને કાપડ વડે પોતાનું મો છુપાવ્યું છે અને હાથમાં મોજા પેરેલા છે. લાકડી વડે બને જલધારી અને ભગવાન શિવના નાગને કાઢી રહ્યા હોય છે અને પછી લઇ જાય છે. તેમની નજર દાન પેટી પર હતી, પરંતુ તે પછી તે તેમાં સફળ થઈ શક્યા નથી.
manishkharya1 નામના ટ્વિટર યુઝરે આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો અનેક લોકોએ શેર કર્યો છે તેથી ચોરને શોધવામાં મદદ થાય. વીડિયો શેર કરતી વખેત લખવામાં આવ્યું છે કે, ‘શિવ ભગવાનના નાગ અને જલધારીએ ચોરોએ ચોરી લીધા, મધ્યપ્રદેશના રતલામમાં શિવ મંદિરના સીસીટીવી. જોકે ચોરોની નજર મંદિરની દાનપેટી પર હતી પણ તેઓ તેમાં સફળ થઈ શક્યા ન હતા કારણ કે ચોર દાનપેટીનું તાળું તોડી શક્યા ન હતા.
मध्यप्रदेश रतलाम जिले के शिव मंदिर से जलाधारी और नाग चोरी करने वाले बदमाशों का #वीडियोवायरल#एमपी#mp pic.twitter.com/MnfC8Co3OK
— manishkharya (@manishkharya1) September 26, 2022
આ વીડિયો જોઇને લોકો ખુબજ રોષે ભરાયા છે અને સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અને તાલ નગરમાં હડતાળનું એલાન આપ્યું હતું. મળેલી માહિતી અનુસાર શહેરના પાટીદાર સમાજે SDM મનીષા વાસ્કેને એક મેમોરેન્ડમ આપીને ચોરોની ધરપકડની માંગ કરી છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. CCTV ફૂટેજની મદદથી ચોરને પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…