IIT પાસ આ યુવકે નોકરી કરવાને કરવાને બદલે શરુ કરી ‘ઓર્ગેનિક ખેતી’ – હાલમાં છે જાહોજલાલી

0
34
Published on: 11:24 am, Mon, 13 September 21

હાલના સમયમાં મોટાભાગના લોકો સારી નોકરી કરવા માટે અન્ય શહેરોમાં જતા હોય છે ત્યારે કેટલાક લોકો નોકરીઓ છોડીને ખેતી કરવા માટે ગામમાં પરત આવતા હોય છે. આવી જ એક ઘટના મધ્યપ્રદેશમાં આવેલ શાજાપુર જિલ્લાના કલાપીપલ તહસીલમાં રહેતા તથાગત સાથે બની હતી.

તથાગતે ભોપાલમાં આવેલ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી કોલેજમાં બી.ટેકની ડિગ્રી સખત મહેનત કરીને મેળવી હતી. ત્યારબાદ તથાગત IIT મુંબઈમાં દાખલ કરવામાં આવ્યો હતો તેમજ ત્યાંથી તેણે માસ્ટર ડિગ્રી પાસ કરી લીધી હતી. ત્યારબાદ તથાગતે મુંબઈથી અભ્યાસ પૂર્ણ કરીને ગામમાં પરત ફરવાનો નિર્ણય લીધો હતો.

આની સાથે જ ગામમાં આવીને ઓર્ગેનિક ખેતી કરવાની શરૂ કરી હતી. તથાગતે શરૂઆતમાં નાની જમીન પર ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી હતી. ત્યારપછી ધીમે-ધીમે તથાગતે તેનું કામ વધાર્યું હતું. તથાગત તેની જમીનમાં અનેક જાતના પાક ઉગાડતો હતો જેવા કે, મોરિંગા, આમળા, હળદર, આદુ, લીંબુ, ઘાસ તથા ચણા જેવા કેટલાક પાકનો સમાવેશ થતો હતો.

તથાગતે ખેતીની સાથે જ પશુપાલન તથા ઓર્ગેનિક ખાતર બનાવવાનું પણ શરૂ કર્યું હતું. જેથી તથાગત તેમના ગ્રાહકોને એક જ જગ્યાથી આસાનીથી માલ મળે એના માટે અનાજ, ફળો, શાકભાજી તથા મસાલા તેમના ખેતરમાં રાખતો હતો. જેથી તથાગત ખેતી કરીને વર્ષે લાખો રૂપિયા કમાઈ રહ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…