યુવકે ઘરના સભ્યો ને કહ્યું: હું કરાટે ક્લાસ જાવ છું અને તેના 20 કલાક બાદ…

Published on: 2:35 pm, Wed, 14 July 21

રિતેશ ગુર્જરવાડિયા નામનો યુવક ઉજ્જૈન નાગડામાં રહેતો હતો. 11 માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. કે શુક્રવારે કરાટે ક્લાસમાં જવા નીકળ્યો હતો. અને શનિવારે એટલે કે 20 કલાક બાદ તેની લાશ મળી આવી હતી.ખાસ વાત તો એ છે કે પરિવાર ના સભ્યો પાસે ખંડણી પણ માગવામાં આવી હતી એ પણ રિતેશ ના ફોનમાંથી ફોન કરીને માંગવામાં આવી હતી.

પોલીસને શક છે કે કોઈ જાણીતો વ્યક્તિ આ ઘટનામાં સામેલ હોય શકે છે. પોલીસનું કહેવું છે કે આ માત્ર ધ્યાન ભડકાવવા માટે કરવામાં આવ્યું છે. પોલીસને કેટલાક સબુત પણ મળ્યા છે.બીસીઆઈ કોલોનીમાં રિતેશ ગુર્જરવાડિયા નો મૃતદેહ મળ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ શુક્રવારે રાત્રે 7 વાગ્યે રિતેશ મિત્રો સાથે ઘરની બહાર નીકળ્યો હતો અને ઘરે કહ્યું હતું કે તે કરાટે ક્લાસમાં જાય છે.રાત્રે સાડા નવ વાગ્યે પિતા રાધેશ્યામ ગુર્જરવાડિયાના મોબાઇલ ફોન પર રીતેશના મોબાઇલ પરથી કોલ આવ્યો હતો. ત્યાં બીજો એક વ્યક્તિ ફોન પર વાત કરતો હતો. તેણે રિતેશનું અપહરણ કરી લીધું છે અને તેણે એક લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. આ પછી પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. અને ત્યાર બાદ પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી હતી.

પોલીસ આ કેસ ઉપર કાર્યવાહી કરી રહી હતી ત્યારે સાંજના સમયે ફરીથી કોલ આવ્યો અને કહેવામાં આવ્યું કે તમારા પુત્રની લાશ આ જગ્યાએ પડેલી છે.ત્યાં જઈને જોયું તો તેના પિતા ચોંકી ગયા.ત્યારબાદ આ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી અને પોલીસે આગળની કાર્યવાહી ચાલુ કરી દીધી છે. પોલીસનું માનવું છે કે આ ઘટનામાં કોઇ નજીકની વ્યક્તિ જ શામેલ છે.

સુત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે તેના મિત્રો વચ્ચે પાંચ થી દસ હજાર રૂપિયાની લેવડદેવડ ચાલુ હતી. પોલીસ અધિકારીએ એમ પણ કહ્યું છે કે તેને વધારે શંકા તેના નજીકના મિત્રો ઉપર જાય છે તેથી તેણે તપાસ ચાલુ કરી દીધી છે.