માનેલી માનતા પૂરી થતા યુવક સવા ત્રણ લાખ રૂપિયા દાન કરવા પહોચ્યો મોગલધામ, મણીધર બાપુએ કહ્યું એવું કે…

138
Published on: 11:49 am, Wed, 21 September 22

ભારત એક ધાર્મિક દેશ છે. ભારતમાં દેવી-દેવતાઓના ઘણા ચમત્કારિક મંદિરો આવેલા છે. દરેક મંદિરોમાં ભક્તો દૂર-દૂરથી દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે આજે અમે તમને મોગલ માતાના એક એવા જ મંદિર વિશે જણાવવ જઈ રહ્યા છીએ જ્યાં માતા સાક્ષાત બિરાજમાન છે.

અમે જે મંદિર વિશે જણાવવ જઈ રહ્યા છીએ તે માતાના આ મંદિરે આવતા કોઈ પણ ભક્ત ખાલી હાથે પાછા જતા નથી. થોડા દિવસ પહેલા એક યુવકે માતાની માનતા રાખી હતી કે, જો તેની માનતા પૂરી થશે તે ત્રણ લાખ વીસ હજાર રૂપિયા ચઢાવશે. ત્યારે યુવકની માનતા પુરી થઇ અને તે આખો પરિવાર માં મોગલ ધામ કાબરાઉમાં પોતાની મનાતા પુરી કરવા માટે પહોચ્યા અને તેમણે મણિધર બાપુને ત્રણ લાખ અને વીસ હજાર રૂપિયા આપ્યા.

કહેવાય છે કે, મોગલ માં પોતાના દરેક ભક્તની ઈચ્છા પૂરી કરે છે. બસ ખાલી અડગ મનથી શ્રદ્ધા રાખી માતાનું નામ લેવું જોઈએ. આ યુવકે માનતા પૂરી થતાં મણીધર બાપુના હાથમાં પૈસા મૂક્યા એટલે બાપુએ પૂછ્યું કે, માં મોગલે તમારી માનતા પુરી કરી.

ત્યારે પરિવારના લોકોએ કહ્યું કે, હા મારી માનતા પુરી થઇ ગઈ અને આજે અમે માનતા પુરી કરવા માટે આવ્યા છીએ. ત્યારે મણિધર બાપુએ તે બધા જ પૈસા પોતાના હાથમાં લીધા અને તેમાં બે રૂપિયા ઉમેરીને તે પૈસાના બે ભાગ કરીને સરખા ભાગે તેમની સાથે આવેલી બે મહિલાઓને આપી દીધા અને કહ્યું કે, માં મોગલે તમને આ રૂપિયા આપ્યા છે.

મોગલ માતાજીને આ પૈસાની કોઈ જરૂર નથી. માં મોગલ તો આપનાર છે લેનાર નથી. મણીધર બાપુએ કહ્યું કે, આ પૈસા કોઈ સારી જગ્યાએ વાપરજો. જેથી માં મોગલ તમારા પર ખુશ થશે.

ત્યારબાદ આ મહિલાઓએ મણિધર બાપુના આશીર્વાદ લીધા હતા અને બાપુએ પણ તેમના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા અને કહ્યું હતું કે, માતા મોગલમાં માનો પણ અંધશ્રદ્ધામાં ક્યારેય માનશો નહીં. અંધશ્રદ્ધામાં ખોટા પૈસાનો ઉપયોગ ન કરો. બાપુની વાત સાંભળી ઉપસ્થિત સૌ રાજી થઈ ગયા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…